• સ્વાતિ માલિવાલ સાથે મારપીટનો મામલો
  • અરવિંદ કેજરીવાલના પીએસ બિભવકુમાર પર છે આરોપ
  • તીસ હજારી કોર્ટે બિભવ કુમારની જામીન અરજી ફગાવી

અરવિંદ કેજરીવાલના પર્સનલ સેક્રેટરી બિભવ કુમારની મુશ્કેલીમાં વધારો થયોછે. દિલ્હી હાઈકોર્ટે સ્વાતિ માલીવાલ કેસમાં અરવિંદ કેજરીવાલના અંગત સચિવ બિભવ કુમારની જામીન અરજી ફગાવી દીધી છે. કોર્ટનું કહેવું છે કે સાક્ષીઓને પ્રભાવિત કરવાની અને પુરાવા સાથે છેડછાડની આશંકા છે.

શું કહ્યુ કોર્ટે ?

બિભવ કુમારને ફટકો આપતાં દિલ્હી હાઈકોર્ટમાં જસ્ટિસ અનુપ કુમાર મેંદિરત્તાએ કહ્યું કે જો બિભવ કુમારને જામીન મળે તો તે પુરાવા સાથે ચેડા કરે અને સાક્ષીઓને પ્રભાવિત કરે તેવી શક્યતાને નકારી શકાય નહીં. હાઈકોર્ટે કહ્યું કે વિભવ કુમાર ભલે કેજરીવાલના અંગત સચિવ હોય પરંતુ તેમનો પ્રભાવ ઘણો મોટો છે. અને તે પ્રભાવશાળી માણસ છે

10 જુલાઇએ નિર્ણય રાખ્યો સુરક્ષિત

મહત્વનું છે કે બિભવ કુમારે હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી પોતાની ધરપકડને પણ પડકારી હતી. આ મામલે 10 જુલાઈએ કોર્ટની કાર્યવાહી થઇ હતી. કોર્ટે બંને પક્ષોને સાંભળ્યા હતા. જે બાદ કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો અને કહ્યું કે તે 12 જુલાઈ, શુક્રવારે તેનો નિર્ણય આપશે.




  • Follow us on: