- સ્વાતિ માલિવાલ સાથે મારપીટનો મામલો
- સ્વાતિ માલિવાલ કેસમાં ચાર્જશીટ દાખલ
- બિભવ કુમાર સામે છે મારપીટનો આરોપ
આપ સાંસદ સ્વાતિ માલિવાલ સાથે કથિત મારપીટ મામલે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ મામલે તીસ હજારી કોર્ટ 30 જુલાઇએ સુનાવણી કરશે. દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ ચાર્જશીટ કુલ 500 પેજની છે જેમાં 300 મુખ્ય પેજ છે.
બિભવકુમારને બનાવાયો છે આરોપી
મહત્વનું છે કે ચાર્જશીટમાં બિભવ કુમારને આરોપી બનાવાયો છે. બિભવ કુમારનો મોબાઈલ, સીમ કાર્ડ, ડીવીઆર અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાનનું એનવીઆર પણ ચાર્જશીટમાં પુરાવા તરીકે રજૂ કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે DVR અને NVR એ CCTV કેમેરાનો ભાગ છે જેમાં રેકોર્ડિંગ થાય છે.
કોર્ટમાં બિભવકુમારને હાજર રહેવા કહ્યું
કોર્ટે તિહાડ જેલ પ્રશાસને 30 જુલાઇએ આરોપી બિભવ કુમારને કોર્ટમાં હાજર રહેવાનો નિર્દેશ આપ્યો છે. ચાર્જશીટમાં IPCની કલમ 308 (હત્યાનો પ્રયાસ)નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે બિભવ કુમારને તેના મોબાઈલ ફોનમાંથી કથિત રીતે ડિલીટ કરાયેલો ડેટા પાછો મેળવવા માટે બે વખત મુંબઈ લઈ જવામાં આવ્યો છે.
શું છે સમગ્ર મામલો?
AAP સાંસદ સ્વાતિ માલીવાલે આરોપ લગાવ્યો હતો કે 12 મેના રોજ જ્યારે તે સીએમ કેજરીવાલના ઘરે તેમને મળવા પહોંચી હતી ત્યારે બિભવ કુમારે તેમના પર હુમલો કર્યો હતો. જે બાદ માલીવાલે કેસ નોંધ્યો અને એફઆઈઆર નોંધાવી. બિભવ કુમારની પોલીસે 18 મેના રોજ ધરપકડ કરી હતી.