• રાજધાની દિલ્હીમાં ભારે વરસાદનું એલર્ટ
  • સાંજે 6 વાગ્યા સુધી ભારે વરસાદનું એલર્ટ
  • હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ કર્યુ જાહેર

દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને તેની આસપાસના NCRમાં રવિવાર બપોરથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સવારથી જ કાળા ડિબાંગ વાદળો ઘેરાઇ ગયા હતા. હવામાન વિભાગે આજે સાંજે 6 વાગ્યા સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. IMDએ સાંજે 6 વાગ્યા સુધી ભારે વરસાદની આગાહી કરી છે.

દિલ્હીમાં વરસાદ

છેલ્લા ઘણા દિવસોથી દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં સારો વરસાદ જોવા મળી રહ્યો છે. આજે ફરી એકવાર વરસાદે દિલ્હીને ભીંજવી દીધું છે. માત્ર દિલ્હીમાં જ નહીં પરંતુ નોઈડામાં પણ વરસાદના કારણે પાણી ભરાઈ ગયા છે. જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણી ભરાવાને કારણે રસ્તાઓ જામ થઈ ગયા છે અને વાહનો ધીમી ગતિએ દોડતા જોવા મળે છે.

સાંજે 6 વાગ્યા સુધી ભારે વરસાદનું એલર્ટ

હવામાન વિભાગે આજે દિલ્હીમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. દિલ્હીને અડીને આવેલા નોઈડા અને ગાઝિયાબાદમાં પણ વરસાદ શરૂ થઈ ગયો છે. આ સિવાય દિલ્હીના નજફગઢમાં ભારે વરસાદ બાદ પાણી ભરાયા જોવા મળ્યા હતા.


અન્ય વિસ્તારોમાં પણ વરસાદના કારણે પાણી ભરાયા હોવાના અહેવાલ છે. આ સાથે ગુરુગ્રામમાં આજે સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે ગુરુગ્રામના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા.



  • Follow us on: