દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવી ગયા છે. બીજેપીએ આપ પાર્ટીને બહારનો રસ્તો બતાવી દીધો છે. આપના મોટા મોટા નેતા જેવા કે અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને અવધ ઓઝાએ હારનો સામનો કરવો પડ્યો છે. પરંતુ શું તમે જાણો છો કો દિલ્હીના સૌથી અમીર ધારાસભ્ય કોણ છે ?
કોણ છે ધનિક ધારાસભ્ય?
દિલ્હી વિધાનસભા ચૂંટણી શરૂ થાય તે પહેલાં ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. જેમાં ઉમેદવારોએ તેમની સંપત્તિ જાહેર કરી હતી. જે મુજબ ભાજપના કરનૈલ સિંહ દિલ્હીના સૌથી ધનિક ધારાસભ્ય છે. તેની પાસે અપાર સંપત્તિ છે. અમેરિકામાં તેમની 4 ઘર છે. આ ઉપરાંત લાખો રૂપિયાના ઘરેણાં પણ છે. My Neta.com મુજબ, તે ફક્ત 10મું પાસ છે. કરનૈલ સિંહે આપના સત્યેન્દ્ર જૈનને હરાવ્યા છે.
કરનૈલ સિંહ કેટલા મતોથી જીત્યા
ભાજપના કરનૈલ સિંહ 18863 મતોથી જીત્યા છે. તેઓ આમ આદમી પાર્ટી (AAP)ના સત્યેન્દ્ર જૈન સામે ચૂંટણી લડી રહ્યા હતા. તેમણે શકુર બસ્તી વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટણી લડી હતી.
કરનૈલ સિંહ પાસે કેટલી સંપત્તિ ?
ચૂંટણી સોગંદનામા મુજબ ભાજપના ઉમેદવાર કરનૈલ સિંહે 259.67 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી હતી. તેમની પાસે 1.32 લાખ રૂપિયા રોકડા છે. બેંક ખાતામાં 27.59 લાખ રૂપિયા જમા થયા છે. તેઓએ 25 લાખ રૂપિયાનો જીવન વીમો લીધો છે. સોના અને હીરા સહિત કુલ ઘરેણાંની કિંમત 38.45 લાખ રૂપિયા છે. કુલ સ્થાવર મિલકતોની વાત કરીએ તો, તે 92.36 લાખ રૂપિયા છે.
258 કરોડ રૂપિયાની સ્થાવર મિલકત
આ ભાજપના ધારાસભ્ય પાસે 258 કરોડ રૂપિયાની સ્થાવર મિલકત છે. હરિયાણામાં ફક્ત 60 કરોડ રૂપિયાની કિંમતનું ફાર્મ હાઉસ છે. આ ઉપરાંત, સોનીપતમાં તેમની 55 લાખ રૂપિયાની દુકાન છે. અમેરિકાના વોશિંગ્ટન અને કેલિફોર્નિયાથી લઈને હરિયાણાના સોનીપત સુધી, તેમની પાસે 198 કરોડ રૂપિયાનું ઘર છે. જેમાંથી અમેરિકામાં તો ચાર ઘર છે.
આ નેતાઓ પણ ધનવાન
ADR રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રાજૌરી ગાર્ડનથી ચૂંટણી લડનારા ભાજપના મનજિંદર સિંહ સિરસા પાસે 248.85 કરોડ રૂપિયાની સંપત્તિ છે. જ્યારે કૃષ્ણા નગરથી કોંગ્રેસના ગુરચરણ સિંહ પાસે 130.90 કરોડ રૂપિયાની સંપત્તિ છે. આ પછી પ્રવેશ વર્મા પાસે 95 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે.













