દેશના 17 રાજ્યોમાં ચોમાસાનું આગમન થઇ ગયુ છે. મહારાષ્ટ્ર, આસામ, ઓડિશા, કેરળ તથા પશ્ચિમ બંગાળમાં પણ વરસાદનું આગમન થયુ છે. ત્યારે રાજધાની દિલ્હીમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. થોડા કલાકોમાં દિલ્હી NCRમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની શક્યતા છે. ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે.. આ સંદર્ભે, ભારતીય હવામાન વિભાગ (IMD) એ વરસાદ અંગે ઓરેન્જ એલર્ટ આપ્યુ છે.


વાવાઝોડા સાથે વરસશે વરસાદ

દિલ્હી NCRમાં છેલ્લા 24 કલાક દરમિયાન લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં 1 ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો હતો. મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે 38 થી 39 ડિગ્રી અને 26 થી 29 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે હતું. દિલ્હી NCR આંશિક રીતે વાદળછાયું રહ્યું. આગામી થોડા કલાકોમાં 40-50 કિમી થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાશે અને વાદળો વાવાઝોડા અને વીજળી સાથે વરસાદ કરશે.

30-31 મેના રોજ પણ વરસાદની ચેતવણી

30 મેના રોજ પણ દિલ્હી NCRમાં વાવાઝોડા અને વીજળી સાથે હળવો થી મધ્યમ વરસાદ પડી શકે છે. 50-60 કિમીથી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે ધૂળવાળા પવનો પણ ફૂંકાશે, જેનાથી લોકોને ગરમીથી રાહત મળવાની ધારણા છે. 31 મેની વાત કરીએ તો આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે અને ગાજવીજ અને વીજળી સાથે ભારે વરસાદ પડશે.

1 જૂને કેવુ રહેશે હવામાન ?

1 જૂને દિલ્હી અને આસપાસના જિલ્લાઓમાં ઝરમર અને હળવા વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. દિલ્હીમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે 36 થી 38 ડિગ્રી સેલ્સિયસ અને 28 થી 30 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની શક્યતા છે. લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં ૧-૩ ડિગ્રી સેલ્સિયસ વધુ અને મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ૨-૪ ડિગ્રી સેલ્સિયસ ઓછું રહેશે.


પશ્ચિમી વિક્ષેપને કારણે બદલાશે વાતાવરણ 

હવામાન વિભાગે માહિતી આપી છે કે હવામાન વિભાગે આગાહી કરી છે કે નવા પશ્ચિમી વિક્ષેપની અસરથી હવામાન ફરી એકવાર બદલાશે. 2 જૂન સુધી, લગભગ દરરોજ વાદળો છવાયેલા રહેશે અને હળવો વરસાદ પડવાની શક્યતા રહેશે.

  • Follow us on: