આજે દિલ્હી સીએમ પદ માટે રેખા ગુપ્તાએ શપથ લીધા. તેઓએ કાર્યભાર પણ સંભાળ્યો. દિલ્હીના રામલીલા મેદાનમાં આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં એનડીએના સાથી પક્ષો સહિત પીએમ મોદી પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કાર્યક્રમમાં હાજર રહેલા તમામ NDA સાથી પક્ષોનું સ્વાગત કર્યું. પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને શિવસેના સુપ્રીમો એકનાથ શિંદેને મળ્યા અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ સાથે પણ ઉષ્માભરી વાતચીત કરી. જોકે, આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણ સાથે પીએમ મોદીની વાતચીત હેડલાઇન્સ બની ગઇ હતી. આવો જાણીએ કેમ..
પવન કલ્યાણને જોઇને શું બોલ્યા પીએમ ?
શપથ ગ્રહણ સમારોહ પછી જ્યારે પવન કલ્યાણે મીડિયા સાથે વાતચીત કરી હતી. ત્યારે પત્રકારોએ તેમને પીએમ મોદી સાથેની તેમની વાતચીત વિશે સવાલ કર્યો હતો. મીડિયાએ પૂછ્યુ કે પીએમ મોદી સાથે તમારે શું વાતચીત થઇ. ત્યારે તેમણે કહ્યું કે વડાપ્રધાન હંમેશા મારી સાથે મજાક કરતા રહે છે. તેમણે મારો પહેરવેશ જોઇને પૂછ્યુ કે શું હું બધું છોડીને હિમાલય જઈ રહ્યો છું."
પવન કલ્યાણને પીએમ મોદીએ કર્યો એવો સવાલ કે..
મહત્વનું છે કે પવન કલ્યાણ સાદા અને સુતરાઉ કપડા પહેરે છે. તેઓ આદ્યાત્મિક જિંદગી વિતાવે છે. જો કે પીએમ મોદીના સવાલનો જવાબ તેમણે તરત આપી દીધો. તેમણે કહ્યું કે હું અત્યારે ક્યાંય નથી જઇ રહ્યો. હજી અહીં કામ કરવાનું બાકી છે. હિમાલય રાહ જોઇ શકે છે. મહત્વનુ છે કે હાલમાં જ પવન કલ્યાણ તીર્થયાત્રા પર ગયા હતા. તેમણે દક્ષિણ ભારતના મંદિરોની મુલાકાત લીધી અને મહાકુંભમાં પણ ગયા હતા. તેમણે સંગમ તટમાં ડૂબકી પણ લગાવી હતી.
રેખા ગુપ્તા બન્યા દિલ્હીના મુખ્યમંત્રી
રેખા ગુપ્તા દિલ્હીના નવા મુખ્યમંત્રી બન્યા છે. રામલીલા મેદાનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિત ઉપરાજ્યપાલ વીકે સક્સેનાએ તેમને શપથ લેવડાવ્યા. રેખા ગુપ્તા સાથે, પ્રવેશ વર્મા, આશિષ સૂદ, પંકજ સિંહ, મનજિન્દર સિંહ સિરસા, કપિલ મિશ્રા અને રવિન્દ્ર ઇન્દ્રજે પણ શપથ લીધા.