• દોષિતોને છોડવામાં નહીં આવેઃ ધર્મેન્દ્ર પ્રધાન 
  • કોઈપણ સુધારા માટે અમે તૈયાર છીએઃ ધર્મેન્દ્ર પ્રધાન 
  • પારદર્શિતાની સાથે કોઈ સમાધાન નહીં : ધર્મેન્દ્ર પ્રધાન 


ગત રાત્રીએ નીટ પરીક્ષા રદ્દ કરાયા બાદ આજે કેન્દ્રીય શિક્ષણ પ્રધાને આ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ સંબોધીને કેટલાક મુદ્દા પર સ્પષ્ટતા કરી દીધી હતી. કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનને કહ્યું કે દોષિતોને કોઈ કાળે છોડવામાં નહિ આવે. વિદ્યાર્થીઓનું હિત અમારી પ્રાથમિકતા ગણાવી હતી. અંડરગ્રેજ્યુએટ મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામ (NEET UG) વિવાદોમાં ઘેરાયેલી છે. દરમિયાન, શિક્ષણ મંત્રાલયે બુધવારે યુજીસી નેટ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો હતો.

શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ગુરુવારે NEET UG પરીક્ષાને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે કહ્યું કે, અમે NEET પરીક્ષાને લઈને બિહાર સરકારના સતત સંપર્કમાં છીએ. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે પટણાથી પણ કેટલીક માહિતી મળી છે. આજે પણ ચર્ચા થઈ છે. પટના પોલીસ ઘટનાના તળિયે જઈ રહી છે. તે ટૂંક સમયમાં જ ભારત સરકારને વિગતવાર અહેવાલ મોકલશે. હું ખાતરી આપું છું કે નક્કર માહિતી આવતાની સાથે જ દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. NTAમાં જે પણ દોષિત હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

 

પ્રધાને વિપક્ષના આરોપો પર આ જવાબ આપ્યો  

વિપક્ષના આક્ષેપોનો જવાબ આપતા શિક્ષણ મંત્રીએ કહ્યું કે, હું તેમને કહું છું કે આ મામલે રાજકારણ ન કરો. સિસ્ટમ અને લોકશાહીમાં વિશ્વાસ રાખો. અમારી સરકાર પારદર્શિતા માટે પ્રતિબદ્ધ છે. તેમણે આ જવાબ રાહુલ ગાંધીના તે નિવેદન પર આપ્યો છે જેમાં કોંગ્રેસ નેતાએ કહ્યું હતું કે તમામ મોટી શૈક્ષણિક સંસ્થાઓમાં ભાજપ અને આરએસએસના લોકો બેઠા છે.

કોઈપણ પ્રકારની અફવા ન ફેલાવો

તેમણે કહ્યું કે સરકાર એક ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવવા જઈ રહી છે. NTA સંબંધિત જે પણ મુદ્દો સામે આવ્યો છે, તેમાં વધુ પારદર્શિતા સુધારવાના પ્રયાસો કરવામાં આવશે. શૂન્ય ભૂલ અમારી પ્રાથમિકતા છે. વિદ્યાર્થીઓ દેશનું ભવિષ્ય છે. હું દરેકને વિનંતી કરું છું કે કોઈપણ પ્રકારની અફવા ન ફેલાવો. તેને રાજકીય દૃષ્ટિકોણથી ન જુઓ. અમે કોઈપણ સુધારા માટે તૈયાર છીએ. કોઈપણ ગુનેગારને છોડશે નહીં.

 

  • Follow us on: