• દાણચોરી સિન્ડિકેટના માસ્ટરમાઇન્ડ સાદિક વિરુદ્ધ કાર્યવાહી
  • ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં ગેરકાયદેસર ધંધનો વેપલો કર્યો: ED
  • 40 કરોડ રૂપિયાથી વધુ ડ્રગની હેરફેરથી કમાયા: ED

EDએ દાવો કર્યો છે કે, દાણચોરી સિન્ડિકેટના માસ્ટરમાઇન્ડ સાદિક પર કથિત રીતે સ્યુડોફેડ્રિનને હેલ્થ મિક્ષ્ચર પાવડર અને ડેસીકેટેડ નારિયેળના રૂપમાં ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં દાણચોરી કરવાનો આરોપ છે.

મળતી માહિતી મુજબ, EDએ ચેન્નાઈ, મદુરાઈ અને તિરુચિરાપલ્લીમાં દરોડા પાડ્યાના ચાર દિવસ પછી સત્તાવાર નિવેદન બહાર પાડ્યું હતું. નિવેદનમાં, એજન્સીએ જણાવ્યું હતું કે 40 કરોડ રૂપિયાથી વધુ, જે કથિત રીતે ડ્રગ હેરફેરથી કમાયા હતા, તે ડીએમકેના કાર્યકારી જાફર સાદિક અને તેની સાથે સંકળાયેલી સંસ્થાઓ દ્વારા ફિલ્મ નિર્માણ, હોટલ અને રિયલ એસ્ટેટ જેવા ક્ષેત્રોમાં રોકાણ કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે સાદિકની NCBએ ગયા મહિને ધરપકડ કરી હતી. તેના પર કથિત રીતે 3,500 કિલો સ્યુડોફેડ્રિનની દાણચોરીમાં સામેલ હોવાનો આરોપ છે, જેની કિંમત લગભગ 2,000 કરોડ રૂપિયા છે. 

DMKએ ફેબ્રુઆરીમાં સાદિકને બરતરફ કર્યો

મીડિયા અહેવાલો અનુસાર, ડીએમકેએ ફેબ્રુઆરીમાં સાદિકને NCB દ્વારા ડ્રગ્સ નેટવર્ક અને દાણચોરી સાથે કથિત લિંક્સનો આરોપ મૂક્યા પછી તેને બરતરફ કર્યો. EDએ સાદિક અને અન્યો સામે મની લોન્ડરિંગનો કેસ નોંધવા માટે NCB કેસ અને અન્ય FIRની નોંધ લીધી હતી.

ઑસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડમાં કથિત દાણચોરી

EDએ દાવો કર્યો છે કે, દાણચોરીના મુખ્ય સૂત્રધાર સાદિક પર કથિત રૂપે સ્યુડોફેડ્રિનને હેલ્થ મિક્ષ્ચર પાવડર અને ડેસીકેટેડ નારિયેળના રૂપમાં ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં સ્મગલિંગ કરવાનો આરોપ છે. ડ્રગના વેચાણમાંથી મળેલી રકમનો ઉપયોગ સાદિક દ્વારા રિયલ એસ્ટેટ, ફિલ્મ પ્રોડક્શન અને લોજિસ્ટિક્સ સહિતના વિવિધ સાહસોમાં તેની અને તેના સહયોગીઓની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નાણાં આપવા માટે કરવામાં આવતો હતો.

  • Follow us on: