• ભાજપની 3 રાજ્યોમાં બંપર જીત

  • પીએમ મોદીના ચહેરા પર લડાઈ ચૂંટણી
  • 2024 લોકસભા ઈલેક્શનમાં ભાજપને મળી શકે ફાયદો

મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમ વિધાનસભા ચૂંટણીના પરિણામોને આવતા વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીની સેમીફાઇનલ કહેવામાં આવી રહી છે. 1998થી, આ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ લોકસભા ચૂંટણીના એક વર્ષથી ઓછા સમયના અંતરે યોજવામાં આવે છે. 2003થી આ રાજ્યોની વિધાનસભા ચૂંટણી અને લોકસભા ચૂંટણી વચ્ચે માત્ર 6 મહિનાનું અંતર છે. આ વખતે ભાજપે 3 રાજ્યો જીતતા લોકસભા 2024ને લગતી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

પહેલા રાજસ્થાનની વાત કરીએ. જો આપણે વર્ષ 1998 થી રાજસ્થાનના ચૂંટણી ડેટા પર નજર કરીએ, તો એવું જણાય છે કે વિધાનસભા અને લોકસભા ચૂંટણીની મતદાન પદ્ધતિ સંપૂર્ણપણે અલગ છે. બંને ચૂંટણી વચ્ચે ભલે થોડા મહિનાનું અંતર હોય પરંતુ બંનેના પરિણામોની અસર એકબીજી ચૂંટણીઓ પર દેખાય છે.ઉદાહરણ તરીકે, 1998ની વિધાનસભા ચૂંટણીમાં અશોક ગેહલોતની આગેવાની હેઠળની કોંગ્રેસ સરકાર બમ્પર વોટ સાથે સત્તામાં આવી હતી, જ્યારે બીજા વર્ષે એટલે કે 1999ની લોકસભા ચૂંટણીમાં ભાજપનો પરાજય થયો હતો. જોકે, 2003 અને 2014 વચ્ચે રાજસ્થાનમાં એક ખાસ પેટર્ન જોવા મળી હતી. આ દરમિયાન જે પાર્ટીએ વિધાનસભાની ચૂંટણી જીતી હતી તે જ પાર્ટી લોકસભાની ચૂંટણીમાં પણ હારી ગઈ હતી.

એટલે આ વખતે ભાજપે સંપૂર્ણ બહુમતી સાથે રાજસ્થાનની સત્તામાં વાપસી કરી છે. જેની અસર લોકસભા ચૂંટણી પર પણ પડશે. ભાજપે મોટાભાગે છેલ્લી 2 લોકસભા ચૂંટણીઓમાં અહીં તમામ સીટો જીતી હતી. જેથી હવે લોકસભા ચૂંટણીઓને પણ માત્ર 4-5 મહિનાની વાર છે. પીએમ મોદીના નામ પર લડાયેલી આ ચૂંટણીની સીધી અસર લોકસભા પર પણ દેખાશે અને ભાજપને તેનો ચોક્કસ પણે ફાયદો મળશે એવું એક્સપર્ટ માની રહ્યા છે.

મધ્યપ્રદેશનું રાજકારણ લગભગ રાજસ્થાન જેવું જ છે. 2003-2004માં યોજાયેલી વિધાનસભા અને લોકસભા ચૂંટણી બંનેમાં ભાજપે સારૂમ કર્યું 2008ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે સારું પ્રદર્શન કર્યું હતું પરંતુ તે પછીના વર્ષે યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં તેના પ્રદર્શનનું પુનરાવર્તન કરી શક્યું ન હતું. જો કે ભાજપે જે રીતે આ વખતે અહીં બંપર સીટો જીતીને સત્તામાં પુનર્વાપસી કરી છે તે પ્રમાણે ભાજપ હવે અહીં લોકસભામાં પણ જોરદાર પ્રદર્શન કરે એવું લોકો માની રહ્યા છે.

હવે વાત કરીએ છત્તીસગઢની જેને વર્ષ 2000માં તત્કાલીન ભાજપ સરકાર દ્વારા બનાવવામાં આવ્યું હતું. જો આપણે છત્તીસગઢના ચૂંટણી ડેટા પર નજર કરીએ તો, 2003 થી, રાજ્યમાં ભલે ગમે તે સત્તા પર હોય, ભાજપે દરેક વખતે લોકસભા ચૂંટણીમાં સારું પ્રદર્શન કર્યું છે. રાજ્યની રચના બાદ કોંગ્રેસ અત્યાર સુધી માત્ર એક કે બે લોકસભા બેઠકો જીતી શકી છે. આમ આ ત્રણેય રાજ્યો હિન્દી હાર્ટલેન્ડના મુખ્ય રાજ્યો કહેવાય છે અને આ બેલ્ટના 5 મુખ્ય રાજ્યોમાંથી હાલમાં ભાજપ હવે 5 રાજ્યો હરિયાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢમાં મોટી બહુમતી સાથે સત્તામાં છે. જેનાથી ભાજપને લોકસભા સીટોમાં મોટો ફાયદો થઈ શકે તેમ છે. આમ લોકસભા ચૂંટણી પહેલા સેમીફાઈનલ ગણાયેલી 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓમાં 4ના રિઝલ્ટ આવ્યા છે જેમાં ભાજપે 3માં બંપર જીત મેળવી છે. કંઈક આવો જ નજારો હવે લોકસભા 2024ના ચૂંટણી પરિણામોનો પણ હોઈ શકે તેમ છે એવું પોલિટિકલ પંડિતો માની રહ્યા છે.

ત્રણ રાજ્યોમાં છેલ્લા બે દાયકાની વિધાનસભા અને લોકસભાની ચૂંટણીના પરિણામો દર્શાવે છે કે હિન્દી હાર્ટલેન્ડના આ ત્રણ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામ ગમે તે આવે, પણ લોકસભા ચૂંટણીમાં ભાજપનો દબદબો રહ્યો છે. . વિધાનસભાની ચૂંટણીની સરખામણીએ લોકસભા ચૂંટણીમાં પણ ભાજપનો વોટ શેર થોડો વધી રહ્યો છે.

  • Follow us on: