• EVM પર છેડાયો વિવાદ
  • એલન મસ્કે ઇવીએમને લઇને ટ્વિટ કરતા આવ્યો ગરમાવો
  • AI દ્વારા ઇવીએમ હેક થવાની આશંકા વ્યક્ત કરી 

ઇવીએમ પર એલન મસ્કે આપેલા નિવેદનને લઇને ટ્વિટર પર શાબ્દિક યુદ્ધ છેડાયુ છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે એલન મસ્કના નિવેદનને લઇને વળતો જવાબ આપ્યો છે. મહત્વનું છે કે એલન મસ્કે શનિવારે ઇવીએમ હેક થવાનું જોખમ હોવાનું જણાવ્યું હતું. તેમણે એઆઇ દ્વારા હેક થઇ શકે તેવી પણ આશંકા વ્યક્ત કરી હતી. ત્યારે એલન મસ્કના આ નિવેદનને લઇને રાજકીય ગરમાવો જોવા મળ્યો છે.

ઇવીએમ હેક થઇ શકે નહી- રાજીવ ચંદ્ર શેખર

ભાજપના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે મસ્કના નિવેદન પર વળતો પ્રહાર કરતા જણાવ્યું કે EVM હેક થઈ શકે નહીં. મસ્કના નિવેદનમાં કોઈ સત્યતા નથી. તેઓએ ભારત આવીને કંઈક શીખવું જોઈએ. રાજીવ ચંદ્રશેખરે EVMની તમામ યોગ્યતાઓ જણાવી અને કહ્યું કે મસ્કનો અર્થ એ છે કે કોઈ પણ સુરક્ષિત ડિજિટલ હાર્ડવેર બનાવી શકતું નથી. તેની વિચારસરણી ખોટી છે.


હેક કંઇ પણ થઇ શકે- એલન મસ્ક

બીજેપી નેતાએ કહ્યું કે મસ્કની વિચારસરણી યુએસ અને અન્ય સ્થળોએ લાગુ થઈ શકે છે, જ્યાં તેઓ ઈન્ટરનેટ-કનેક્ટેડ વોટિંગ મશીનો બનાવવા માટે નિયમિત કમ્પ્યુટ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે, પરંતુ ભારતીય ઈવીએમ કસ્ટમ ડિઝાઇન, સુરક્ષિત અને કોઈપણ નેટવર્ક અથવા મીડિયા સાથે જોડાયેલા નથી. ઇવીએમ મશીનમાં કોઇ કનેક્ટિવિટી નથી હોતી. બ્લૂટૂથ પણ હોતિં નથી, વાઇફાઇ કે ઇન્ટરનેટ નથી. હોતું. વળી ઇવીએમને ફરીથી પ્રોગ્રામ કરી શકાતું નથી. રાજીવ ચંદ્રશેખરના આ નિવેદન પર ટેસ્લા અને એક્સના માલિક મસ્કે રિપ્લાય કર્યો છે કે હેક તો કંઈપણ થઈ શકે છે.

શું છે મામલો ?

કોંગ્રેસે ટ્વિટ કરીને કહ્યું કે EVM સાથે જોડાયેલી એક ગંભીર બાબત સામે આવી છે. મુંબઈમાં એનડીએના ઉમેદવાર રવિન્દ્ર વાયકરના સંબંધીનો મોબાઈલ ફોન ઈવીએમ સાથે જોડાયેલો હતો. એનડીએના આ ઉમેદવાર માત્ર 48 મતથી જીત્યા છે. આવી સ્થિતિમાં સવાલ એ છે કે એનડીએ ઉમેદવારના સંબંધીનો મોબાઈલ ઈવીએમ સાથે કેમ જોડાયો? જ્યાં મત ગણતરી થઈ રહી હતી ત્યાં મોબાઈલ ફોન કેવી રીતે પહોંચ્યો? એવા ઘણા પ્રશ્નો છે જે શંકા પેદા કરે છે. ચૂંટણી પંચે ખુલાસો કરવો જોઈએ.

  • Follow us on: