• પંજાબના ફિરોઝપુરથી જમ્મુ તવી જઇ રહી છે ટ્રેન
  • ટ્રેનમાં બોમ્બ હોવાની મળી સૂચના
  • કાસુબેગૂ રેલવે સ્ટેશન પર બે કલાક ઉભી રહી ટ્રેન

છેલ્લા ઘણા સમયથી બોમ્બ હોવાની અફવાઓ ઘણી સામે આવી રહી છે. ક્યારેક શાળામાં બોમ્બ તો ક્યારેક પ્લેનમાં બોમ્બ. આવા ધમકી ભર્યા મેઇલ મળતા પ્રશાસન દોડતુ થાય છે તેમજ મુસાફરોને તકલીફ પડે તે તો જુદી. એરપોર્ટ પર બોમ્બની ધમકી મળી હોવાના અનેક સમાચારો સામે આવ્યા છે ત્યારે હવે ટ્રેનમાં બોમ્બ હોવાની સૂચના મળતા રેલવે પ્રશાસન દોડતુ થયું હતું.

મુસાફરોના જીવ થયા અધ્ધર

આ વાત છે ફિરોજપુર જમ્મુ તાવી એક્સપ્રેસ ટ્રેનની. જે સવારે 7.30 કલાકે ફિરોઝપુરથી રવાના થઇ હતી. જે દરમિયાન ટ્રેનમાં બોમ્બ હોવાની જાણ થતા જ ટ્રેનના પૈડા થંભી ગયા. મુસાફરોના શ્વાસ અધ્ધર થઇ ગયા. બોમ્બને શોધવા તજવીજ હાથ ધરવામાં આવી . પરિણામે કાસૂબેગૂ રેલવે સ્ટેશન પર બે કલાક ટ્રેન ઉભી રહી.

મુસાફરોને ઉતારીને ટ્રેનમાં કર્યુ ચેકિંગ

બોમ્બ હોવાની માહિતી મળતા જ સુરક્ષા એજન્સીઓ રેલવે સ્ટેશન પર પહોંચી ગઇ હતી. તમામ મુસાફરોને ટ્રેનમાંથી નીચે ઉતારીને તેમના સામાન અને ટ્રેનની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. બે કલાકના ચેકિંગ બાદ પણ ટ્રેનમાંથી કંઇ મળ્યુ ન હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર આરપીએફને કોઈનો ફોન આવ્યો હતો કે ટ્રેનમાં બોમ્બ છે, જેના પછી કંટ્રોલ રૂમને જાણ કરીને ટ્રેનને કાસુબેગુ રેલવે સ્ટેશન પર રોકી દેવામાં આવી હતી. ટ્રેનની સંપૂર્ણ તપાસ કર્યા બાદ તેને જમ્મુ તાવી મોકલવાની તૈયારી કરી હતી.

તપાસ ચાલુ

ફિરોઝપુરના એસએસપી સૌમ્ય મિશ્રાએ જણાવ્યું કે પોલીસને માહિતી મળી કે કાસુ બેગુ રેલવે સ્ટેશન પર એક ટ્રેન રોકાઈ છે... પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને વિસ્તારને કોર્ડન કરી લીધો. મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા છે... પંજાબ પોલીસની ત્રણ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.. ડોગ સ્કવોડની ટીમો સ્થળ પર પહોંચી હતી.

  • Follow us on: