• હાવડાથી રાંચી જતી વંદેભારત ટ્રેનની ઘટના
  • શાકાહારીને બદલે આપ્યુ નોનવેજ ફૂડ
  • યાત્રીએ વેઇટરને મારી દીધો લાફો

હાવડાથી રાંચી જતી વંદે ભારત ટ્રેનમાં એક વૃદ્ધ વ્યક્તિએ વેઇટરને લાફો માર્યો હોવાનો વીડિયો વાયરલ થયો છે. કૃણાલ વર્મા નામના એક વ્યક્તિએ પોતાના સોશિયલ મીડિયામાં આ વીડિયો શેર કર્યો છે. જેમાં જોવા મળી રહ્યુ છે કે એક વૃદ્ધ વ્યક્તિએ વેઇટરને લાફો માર્યો. જેની પાછળ કારણ એ સામે આવ્યું છે કે યાત્રીને શ્રાવણ માસમાં વેજ ફૂડને બદલે નોનવેજ પીરસવામાં આવ્યું.

વીડિયો થયો વાયરલ

લોકો વંદે ભારત એક્સપ્રેસમાં થયેલી આ બેદરકારીને લઈને જોરદાર ચર્ચા કરી રહ્યા છે. ટ્રેનમાં સફર કરી રહેલા કોઇ મુસાફરે આ વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હોઇ શકે. જે બાદ વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે આ મામલે ટ્રેનમાં ભારે હોબાળો થઈ રહ્યો છે અને કેટરિંગ સ્ટાફ વૃદ્ધ વ્યક્તિની માફી માંગવાનો આગ્રહ કરી રહ્યો છે.

26 જુલાઈના રોજ હાવડાથી રાંચી જતી વંદે ભારત ટ્રેનમાં આ ઘટના બની હતી. વ્યક્તિને શાકાહારી ખોરાકને બદલે નોન-વેજ ફૂડ પીરસવાનો મામલો સામે આવ્યો છે. વૃદ્ધ વ્યક્તિ કંઇ વાચ્યા વગર તે ફૂડ ખાધુ હોવાની માહિતી મળી રહી છે. જો કે પછીથી તેમને ખબર પડી કે આ ફૂડ નોનવેજ હતુ. જેથી તેઓ ગુસ્સે થઇ ગયા અને વેઇટરને લાફો મારી દીધો.

શું કહે છે ઇસ્ટર્ન રેલવે ?

આ સમગ્ર મામલે ઈસ્ટર્ન રેલ્વેના સીપીઆરઓએ એક નિવેદન જાહેર કરીને કહ્યું કે વૃદ્ધ વ્યક્તિને ભૂલથી માંસાહારી ભોજન પીરસવામાં આવ્યું હતું, પરંતુ તેણે તે ખાધું ન હતું. પેસેન્જરે તેને થપ્પડ મારતાં સહ-યાત્રીઓ નારાજ થઈ ગયા હતા અને બાદમાં મામલો શાંત પડ્યો હતો.


  • Follow us on: