- સરકારે આપી ભારતીય રેલવેને વધુ એક ભેટ
- હવે દેશમાં વંદે મેટ્રો પણ શરૂ કરાશે
- ટૂંકા અંતરના શહેરો વચ્ચે દોડતી થશે ટ્રેન
દેશમાં વંદે ભારત ટ્રેનની સફળતા મળ્યા બાદ હવે ભારતીય રેલવે દ્વારા વંદે મેટ્રો પણ શરૂ કરવામાં આવશે. આ ટ્રેન હવે ટૂંકા અંતરના શહેરો વચ્ચે દોડતી થશે. વંદે મેટ્રોનું લક્ષ્ય સામાન્ય માણસ માટે ટૂંકા અંતરની મુસાફરી માટે સુધારો કરવાનો હશે. મહત્વનું કહી શકાય કે, વંદે ભારત એક્સપ્રેસને ધ્યાનમાં રાખીને વંદે મેટ્રોને તૈયાર કરવામાં આવી છે.
ઇન્ટર અને ઇન્ટ્રા-સિટી મુસાફરીની સુવિધાઓ
વંદે મેટ્રો વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોનું ટૂંકા અંતરનું આધુનિક સંસ્કરણ, ભારતમાં ઉપનગરીય મુસાફરીના માળખાને મજબૂત કરવા માટે શરૂ કરવામાં આવી રહ્યું છે. તે અંદાજે 100-250 કિલોમીટરના અંતરમાં 124 શહેરોને જોડવા માટે બનાવવામાં આવ્યું છે. બીજા શબ્દોમાં કહીએ તો, તે ઇન્ટરસિટી અને ઇન્ટ્રા-સિટી મુસાફરીની સુવિધાઓ પૂરી પાડશે.
વંદે મેટ્રો ટ્રેન એક ઓટોમેટેડ ટ્રેન સેવા
વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની જેમ, વંદે મેટ્રો ટ્રેન એક ઓટોમેટેડ ટ્રેન સેવા છે જે લોકોમોટિવ એન્જિન વિના ચાલશે. એક રીતે, વંદે મેટ્રોને EMU ટ્રેનોને બદલવા માટે ડિઝાઇન કરવામાં આવી છે, જે લોકોની ટૂંકા અંતરની મુસાફરીને સરળ અને સુરક્ષિત બનાવવામાં મદદરૂપ થશે.
રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કરી હતી જાહેરાત
વંદે મેટ્રોની રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ફેબ્રુઆરી 2023માં પ્રથમ જાહેરાત કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર વંદે મેટ્રોના બે પ્રોટોટાઈપ રેલ કોચ ફેક્ટરી કપૂરથલા અને ICF ચેન્નાઈમાં તૈયાર કરવામાં આવી રહ્યા છે. અને થોડા જ મહિનામાં તૈયાર પણ થવાની અપેક્ષા છે. આ પછી તેઓનું મોટા પાયે પરીક્ષણ કરવામાં આવશે.
AC કોચમાં આરામદાયક મુસાફરીનો આનંદ
વંદે મેટ્રો પ્રતિ કલાક 130 કિમીની ઝડપ હાંસલ કરશે. જે તેના હાલના EMU કરતા ઝડપના સંદર્ભમાં વધુ ઝડપી હશે. વંદે મેટ્રોના AC કોચમાં મુસાફરો આરામદાયક મુસાફરીનો આનંદ માણી શકશે. કોચ વચ્ચે સરળ અવરજવર માટે પેસેન્જર ગેટવે સંપૂર્ણપણે સીલ કરવામાં આવશે જે ધૂળને પણ અટકાવા.
LED ડિસ્પ્લે સાથે પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ
વંદે મેટ્રોએ સામાન રાખવા માટે હળવા એલ્યુમિનિયમ રેક્સ આપ્યા હશે. LED ડિસ્પ્લે સાથે પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ પણ હશે. આ તમને ટૂંકા અંતર પર એકદમ આરામદાયક અનુભવ કરાવશે. વંદે મેટ્રોમાં મુસાફરોને ચઢવા અને ઉતરવા માટે ઓટોમેટિક દરવાજા હશે.