- ખેડૂતોની આવક વધારવા સરકાર રહે છે સતત પ્રયત્નશીલ
- ચોખાની કિંમતોમાં 4થી 5 ટકાનો થઈ શકે છે વધારો
- દેશમાં 3 દાળની કિંમતોમાં ઘટાડો જોવા મળશે
ખેડૂતોની કમાણી વધારવા માટે સરકાર સમય સમય પર ઘણા પ્રયત્નો કરતી રહે છે. ખેડૂતોને આ કડીમાં મોટી ભેટ આપતા સરકાર દાળનું ઉત્પાદન વધારવા માટે અડદ અને તુવેર દાળના MSPમાં 10 ટકા સુધીનો વધારો કરી શકે છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ તેની સાથે સોયાબીન અને સનફ્લાવર તેલમાં 5થી 7 ટકા સુધીનો વધારો જોવા મળી શકે છે.
કેબિનેટ એક અઠવાડિયામાં તેને મંજૂરી આપી શકે છે. આ વર્ષે સરકાર બોનસની પણ જાહેરાત કરી શકે છે. CACPએ સરકારને પોતાની ભલામણોમાં કહ્યું છે કે તુવેર અને અડદ દાળનું ઉત્પાદન ઓછું થવું ચિંતાજનક છે. ચોખાની કિંમતોમાં 4થી 5 ટકાનો વધારો થઈ શકે છે. સરકાર ચોખા સહિત 14 પાકોની MSP નક્કી કરે છે.













