• મોદી સરકારની ખેડૂતોને વધુ એક મોટી ભેટ
  • કપાસના ટેકાના ભાવમાં રૂપિયા 501નો વધારો કરાયો
  • અડદ દાળના ટેકાનો ભાવ 7400 રૂપિયા કરવામાં આવ્યો
વડાપ્રધાન મોદીને ત્રીજી વખત કાર્યકાળ સંભાળ્યાના માત્ર 10 દિવસ થયા છે. આ વખતે સરકારનું ફોક્સ ખેડૂતો પર છે. એટલે કે કેબિનેટની પ્રથમ બેઠકમાં જ ખેડૂતોને 17માં હપ્તા જાહેર કરવાના નિર્ણય પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. ત્યારે હવે કેન્દ્ર સરકારે ખરીફ સિઝનના 14 પાક માટે નવી MSPને પણ મંજૂરી આપી દીધી છે.

અશ્વિની વૈષ્ણવે પત્રકાર પરિષદમાં સરકારના નિર્ણય જણાવ્યા

વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં બુધવારે સાંજે કેબિનેટની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક બાદ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે બેઠકમાં 5 મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે. તેમાં ખેડૂતો માટે પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમાં 14 પાકના ટેકાના ભાવમાં વધારાને મંજૂરી આપી દીધી છે. જેમાં કપાસના ભાવમાં 501 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. કપાસની MSP 7121 નક્કી કરાઈ છે. મગફળીની MSP 6783 કરાઈ છે. ત્યારે ખરીફ પાકના ટેકાના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. ડાંગરની MSP 2300 રૂપિયા કરાઈ છે. અડદ દાળનો ટેકાનો ભાવ 7400 રૂપિયા કરવામાં આવ્યો છે. 

14 પાક માટે એમએસપી પર કેબિનેટે મારી મહોર

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે વર્ષ 2018ના કેન્દ્રીય બજેટમાં સરકારે એક નીતિગત નિર્ણય લીધો હતો કે ખેડૂતોને તેમના પાકની કિંમતના ઓછામાં ઓછા દોઢ ગણા MSP આપવામાં આવશે. આ સિદ્ઘાંતને ધ્યાનમાં રાખીને કેબિનેટે બુધવારે પણ એમએસપીના ભાવ નક્કી કર્યા છે. આ વખતે ખરીફ સિઝનના 14 પાક માટે એમએસપી પર કેબિનેટે મહોર મારી છે. 

  • Follow us on: