- કિસાન સન્માન નિધિનો પહેલો હપ્તો કર્યો રીલિઝ
- દેશના 9.30 કરોડ ખેડૂતોને તેનાથી થશે ફાયદો
- આજે સાંજે કેન્દ્રીય કેબિનેટની પ્રથમ બેઠક મળશે
ગઈકાલે એટલે કે 9 જૂને શપથ લીધા બાદ પીએમ મોદીએ આજે એટલે કે સોમવાર અને 10 જૂને સવારમાં કાર્યભાર સંભાળ્યો છે. આ સતત ત્રીજી વખતનો કાર્યભાર છે. કાર્યભાર સંભાળ્યા બાદ પીએમ મોદીએ પહેલો અને મહત્ત્વનો નિર્ણય લીધો તેનાથી ખેડૂતોને ફાયદો થયો છે.
પીએમ મોદીએ શું નિર્ણય લીધો
પીએમ મોદીએ શપથ લીધા બાદ આજે પહેલો નિર્ણય ખેડૂતો માટે લીધો છે. તેઓએ કિસાન સન્માન નિધિનો પહેલો હપ્તો રીલિઝ કર્યો છે. તેમણે કિસાન સન્માન નિધિનો 17મો હપ્તો જાહેર કર્યો. આ નિર્ણયથી દેશના 9.30 કરોડ ખેડૂતોને ફાયદો થશે. આજે પીએમ મોદીએ રૂપિયા 20 હજાર કરોડની સહાય જાહેર કરી છે. ઉલ્લેખનીય છે કે આજે સાંજે કેન્દ્રીય કેબિનેટની પહેલી બેઠક પણ મળશે.
પીએમ મોદીએ હસ્તાક્ષર સમયે શું કહ્યું?
ફાઇલ પર હસ્તાક્ષર કર્યા બાદ પીએમ મોદીએ કહ્યું કે તેઓ ખેડૂતોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે. અમે ખેડૂતોના કલ્યાણ માટે શક્ય તેટલું કામ કરવા માંગીએ છીએ. અમારી સરકાર આના પર સતત કામ કરી રહી છે અને ભવિષ્યમાં પણ કરતી રહેશે.
શું છે કિસાન સન્માન નિધિ યોજના
પીએમ કિસાન સન્માન નિધિ યોજના દ્વારા ખેડૂતોને દર વર્ષે લાભ આપવામાં આવે છે. આ યોજના 24 ફેબ્રુઆરી 2019ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરી હતી. આ યોજના અનુસાર યોગ્ય ખેડૂત ભાઈઓને દર વર્ષે 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. PM કિસાન યોજના ફંડ દરેકને 2,000 રૂપિયાના ત્રણ સમાન હપ્તામાં આપવામાં આવે છે. યોજના દ્વારા DBT દ્વારા ખેડૂતોના ખાતામાં પૈસા મોકલવામાં આવે છે. પીએમ કિસાન યોજના હેઠળ અત્યાર સુધીમાં સતત ખેડૂતોને આ સહાય મળી રહી છે. હવે ત્રીજી વખત પીએમ બન્યા બાદ નરેન્દ્ર મોદીએ પહેલું કામ 17મા કિસાન સન્માન નિધિ યોજનાની હપ્તાની ફાઈલ પર સાઈન કરવાનું કર્યું છે. તેનાથી ખેડૂતોને ફાયદો થશે.
હપ્તો મેળવવા માટે શું કરવું જરૂરી
- ઇ-કેવાયસી કરાવવું જરૂરી છે, નહીં તો હપ્તો અટકી શકે છે.
- જો તમારે હપ્તાનો લાભ મેળવવો હોય તો જમીનની ચકાસણી કરાવી લો.
- તમારા આધાર કાર્ડને તમારા બેંક ખાતા વગેરે સાથે લિંક કરવું પણ મહત્વપૂર્ણ છે.