જ્યોતિ મલ્હોત્રા ગયા વર્ષે દિલ્હીમાં પાકિસ્તાન દૂતાવાસમાં આયોજિત ઇફ્તાર પાર્ટીમાં હાજરી આપી હતી. જ્યાં તે દાનિશ નામના વ્યક્તિ સાથે વાત કરતી જોવા મળે છે. ભારત સરકારે જે પાકિસ્તાની અધિકારીઓને પાકિસ્તાન પાછા મોકલ્યા હતા. તેમાં દાનિશ પણ સામેલ હતો. જ્યોતિ સતત દાનિશના સંપર્કમાં હતી.


દેશ વિરુદ્ધ જ્યોતિ મલ્હોત્રાનું કારસ્તાન

જ્યોતિ મલ્હોત્રા દેશમાં ચર્ચાનો વિષય બની છે. હિસારની રહેવાસી યુટ્યુબર જ્યોતિની પોલીસે જાસૂસીના આરોપસર ધરપકડ કરી છે. તેના પર ભારતની ગુપ્ત અને મહત્વપૂર્ણ માહિતી પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓને આપવાનો આરોપ છે. જ્યોતિએ ભારતના લશ્કરી ઓપરેશન "ઓપરેશન સિંદૂર" સહિત સેનાને લગતી ઘણી ગુપ્ત માહિતી પાકિસ્તાનને મોકલી હતી. તેણી ઘણી વખત પાકિસ્તાનની મુલાકાત પણ લઈ ચૂકી છે. ગયા વર્ષે 28 માર્ચ 2024ના રોજ દિલ્હીના ચાણક્યપુરી વિસ્તારમાં આવેલા પાકિસ્તાન દૂતાવાસમાં પાકિસ્તાન રાષ્ટ્રીય દિવસ પર ઇફ્તાર પાર્ટી યોજાઇ હતી. જેમાં જ્યોતિને પણ દૂતાવાસ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું.

દાનિશને પાકિસ્તાન પર મોકલાયો

પહેલગામ હુમલા પછી ભારત સરકારે જેમને પાકિસ્તાન પાછા મોકલી દીધા હતા. તેમાં દાનિશ પણ સામેલ હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યોતિ સતત દાનિશના સંપર્કમાં હતી. દાનિશે તેને વિઝા અપાવ્યો અને પાકિસ્તાન મોકલી હતી. દાનિશે તેનો પરિચય અધિકારીઓ સાથે કરાવ્યો હતો. જ્યોતિ અને દાનિશ વચ્ચે ખૂબ જ સારી મિત્રતા હતી. જ્યોતિએ દાનિશ અને તેની પત્નીને હરિયાણા આવવાનું આમંત્રણ આપ્યુ હતુ.

જ્યોતિ મલ્હોત્રા 5 દિવસના રિમાન્ડ પર

હિસારના ડીએસપી કમલજીતે જણાવ્યું હતું કે, પોલીસને ગઈકાલે માહિતી મળી હતી. ત્યારબાદ હરીશ કુમારની પુત્રી જ્યોતિની ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ અને બીએનએસ 152 હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે જ્યોતિનો મોબાઈલ અને લેપટોપ મળી આવ્યા બાદ કેટલીક શંકાસ્પદ વસ્તુઓ મળી આવી હતી. અમે તેણીને 5 દિવસના રિમાન્ડ પર લીધી છે અને વધુ તપાસ ચાલુ છે. તે સતત એક પાકિસ્તાની નાગરિકના સંપર્કમાં હતી. 

  • Follow us on: