મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ક્રિસ્ટલ સુરક્ષા કર્મચારીઓ અને ડ્રાઈવરોની વચ્ચે પાર્કિંગને લઈને મારામારીનો એક વિડીયો વાયરલ થયો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. 


મળતી માહિતી પ્રમાણે એરપોર્ટ પર ક્રિસ્ટલ સુરક્ષા કર્મચારીઓ અને ડ્રાઈવરોની વચ્ચે પાર્કિંગને લઈને વિવાદ એટલો વધી ગયો હતો કે મારપીટ શરૂ થઈ ગઈ હતી. જેના પછી ડ્યુટી પર હાજર રહેલા જવાનોએ વચ્ચે પડીને આ મામલો રફેદફે કર્યો હતો. હાલ વાયરલ વિડીયોના આધાર પર પોલીસ તેની તપાસ કરી રહી છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે એરપોર્ટ પર ઘણી બધી ટેક્ષીઓ પાર્ક કરેલી છે. આ દરમિયાન ક્રિસ્ટલ સુરક્ષા કર્મચારીઓ અને કેટલાક ડ્રાઈવરો વચ્ચે પાર્કિંગને લઈને મગજમારી થઈ હતી. જેના પછી ક્રિસ્ટલ સુરક્ષા કર્મચારીઓ અને ડ્રાઈવરોએ એકબીજાને મારવાનું શરૂ કરી દીધું હતુ. મારામારી દરમિયાન એક ડ્રાઈવરના કપડા પણ ફાટી ગયા હતા. 

આ ઘટનાને કારણે આજુબાજુના વિસ્તારમાં થોડા સમય માટે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આ વિડીયોમાં ઘટના સ્થળ પર એક CISF અધિકારીને વચ્ચે હસ્તક્ષેપ કરીને આ ઝગડાને રોકવાનો પ્રયત્ન કરતો હોય એવું જોઈ શકાય છે. હાલ આ ઘટના અંગે પોલીસ તપાસ શરુ કરવામાં આવી છે 


  • Follow us on: