પાલતુ પ્રાણીઓના ચાહકો માટે એક સારા સમાચાર આવ્યા છે. જેમાં પણ પાલતુ શ્વાનના ચાહકો માટે. જી, હા મુંબઇ એરપોર્ટ દ્વારા પૉફેક્ટ નામની પહેલ શરૂ કરવામાં આવી છે. એટલે કે હવે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પૉફેક્ટ પરત ફર્યુ છે. એટલે કે તમારા મુસાફરીના અનુભવમાં શ્વાન સાથે આલિંગન કરીને મુસાફરીના તણાવે દૂર કરી શકશો.


9 ડોગ્સ કરશે સ્વાગત

મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટે 'પૉફેક્ટ' નામની અત્યંત લોકપ્રિય પહેલને ફરી શરૂ કરી છે, જ્યાં મુસાફરો નવ પ્રેમાળ શ્વાન સાથે રમી શકે છે. તેની સાથે મસ્તી કરી શકે છે. ટર્મિનલ 2 પર તમે તમારી મુસાફરી શરૂ કરો તે પહેલાં તમને નવ પ્રેમાળ શ્વાન દ્વારા તમારુ સ્વાગત કરવામાં આવશે. આ નવ શ્વાનમાં એક હસ્કી, ગોલ્ડન રીટ્રીવર, લેબ્રાડોર, લ્હાસા, શિહ ત્ઝુ, માલ્ટિઝ અને વધુનો સમાવેશ થાય છે.

શુક્રથી રવિવાર સુધી ઉપલબ્ધ

પ્રવાસીઓનો માનસિક સ્ટ્રેસ હળવો કરવા અને ખુશી ફેલાવવા માટે શ્વાનને તાલીમ આપવામાં આવે છે. પૉફેક્ટ શુક્રવારથી રવિવાર બપોરે 3 થી 11 સુધી ઉપલબ્ધ રહેશે. જે તમે ટર્મિનલ 2 , ડોમેસ્ટિક લેવલ 3 અને પ્રસ્થાન વિસ્તાર સહિત અને ઇમિગ્રેશન પછી પણ તેઓને પૂંછડી પટપટાવતા જોઇ શકશો.


લોકપ્રિય હતી PoFact

CSMIAના પ્રવક્તાએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે પ્રવાસ ઘણા લોકો માટે ખૂબ જ કંટાળાજનક અને પડકારજનક હોઈ શકે છે. અને તેથી જ એરપોર્ટ મુસાફરોના અનુભવને સુધારવા માટે નવા રસ્તાઓ શોધી રહ્યું છે. PawFact પહેલ COVID-19 રોગચાળા પહેલા લોકપ્રિય હતી. આ પહેલથી મુસાફરીની ચિંતા ઘટાડવામાં મદદ મળી અને મુસાફરોને ખુશી અને આરામ પણ મળ્યો.


  • Follow us on: