- દેશની 18મી લોકસભાની ચૂંટણી પૂર્ણ
- PM મોદીએ ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા
- 18-19 જૂનના રોજ દેશની 18મી લોકસભા માટે સાંસદો શપથ લેશે
દેશની 18મી લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકે ઓળખાતા ભારતમાં ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાઈ છે, જેના સમગ્ર વિશ્વમાં વખાણ થઈ રહ્યા છે. રવિવારે PM મોદીએ ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા. આ ચૂંટણીમાં દેશની જનતાએ તેમના પ્રતિનિધિત્વ માટે 543 સાંસદોને ચૂંટ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 18-19 જૂનના રોજ દેશની 18મી લોકસભા માટે સાંસદો શપથ લેશે.
18મી લોકસભાનું પ્રથમ સંસદ સત્ર 18 જૂનથી શરૂ થઈ શકે છે. 18-19 જૂને સાંસદોની શપથવિધિ અને 20 જૂને સ્પીકરની ચૂંટણી થવાની શક્યતા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 21 જૂને સંસદના બંને ગૃહોના સંયુક્ત સત્રને સંબોધિત કરી શકે છે. રવિવારે સાંજે યોજાનારી કેબિનેટની બેઠકમાં કેબિનેટ રાષ્ટ્રપતિને ટૂંક સમયમાં સંસદનું સત્ર બોલાવવા અને બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધિત કરવા વિનંતી કરશે.













