• કેરળમાં ભાજપના એક માત્ર સાંસદ સુરેશ ગોપી
  • કેન્દ્રીય રાજ્યમંત્રી તરીકે લીધા છે શપથ
  • સુરેશ ગોપી મંત્રી પદ છોડે તેવી સંભાવના

કેરળના ભાજપના પ્રથમ સાંસદ સુરેશ ગોપી કે જેમણે રવિવારે કેન્દ્રીય રાજ્ય મંત્રી તરીકે શપથ લીધા હતા. ત્યારે હવે સૂત્રો દ્વારા એવી માહિતી મળી રહી છે કે તેઓ મંત્રી પદ છોડી શકે છે. તેમણે એક ખાનગી ચેનલ સાથે વાત કરતા જણાવ્યું હતું કે તેઓએ મંત્રી પદની માગ કરી ન હતી. ત્યારે આવો જાણીએ તેઓ કેમ મંત્રી પદ છોડવા માંગે છે.

કેરળના એકમાત્ર બીજેપી સાંસદ

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ તેમનું કહેવુ છે કે તેમણે ફિલ્મો સાઈન કરી છે. સુરેશ ગોપીએ કહ્યું કે હું ત્રિશૂર સાંસદ તરીકે સેવા આપીશ. મહત્વનું છે કે સુરેશ ગોપી ત્રિશૂર સંસદીય મતવિસ્તારમાંથી જીત્યા અને કેરળના પ્રથમ બીજેપી સાંસદ તરીકે ઇતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું છે. સુરેશે ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (CPI)ના ઉમેદવાર VS સુનીલકુમારને 74686 મતોથી હરાવ્યા હતા.

મને મંત્રી પદની જરૂર નથી

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સુરેશ ગોપીનું કહેવુ છે કે મારો હેતુ સાંસદ તરીકે કામ કરવાનો છે. મે કંઇ માગ્યુ નથી. મે કહ્યું હતું કે મારે આ પદની જરૂર નથી. મને લાગે છે કે મને ટૂંક સમયમાં આ પદ પરથી મુક્ત કરવામાં આવશે. ત્રિશૂરના મતદારોને કોઈ સમસ્યા નથી. તેઓ આ જાણે છે અને એક સાંસદ તરીકે હું તેમના માટે ખરેખર સારું કામ કરીશ. મારે કોઈપણ કિંમતે મારી ફિલ્મો કરવી છે.

કોણ છે સુરેશ ગોપી ?

  • રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા છે
  • 2016માં રાજ્યસભા માટે નોમિનેટ થયા હતા.
  • જ્યસભામાં તેમનો કાર્યકાળ 2022 સુધીનો હતો.
  • ફિલ્મોમાં મહત્વની ભૂમિકાઓ ભજવી

ફિલ્મો સાથે છે મજબૂત નાતો

  • સુરેશ ગોપી મૂળ કેરળના અલપ્પુઝાના છે.
  • તેમનો જન્મ 1958માં થયો છે
  •  કોલ્લમમાંથી વિજ્ઞાન વિષયમાં ડિગ્રી લીધી અને અંગ્રેજીમાં માસ્ટર કર્યું.
  • તેમણે બાળ કલાકાર તરીકે ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું
  •  સુરેશ ગોપીએ ઘણી ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા પણ ભજવી છે.
  • 1998માં આવેલી ફિલ્મ કલિયાટ્ટમ માટે શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો
  • તે લાંબા સમયથી ટીવી શો પણ હોસ્ટ કરી રહ્યા છે


  • Follow us on: