• આ શહેરમાં નથી મળતુ નોનવેજ
  • શાકાહારી ફૂડ જ ખાય છે લોકો
  • નોનવેજ ખાવુ હશે તો .. શોધ્યે પણ નહી જડે

ભારતમાં એવા લોકોની સંખ્યા ઘણી વધારે છે કે જેઓ નોનવેજ ખાય છે. આમ તો તમે દેશના કોઇ પણ ખૂણે જાઓ, નોન વેજીટેરિયન તો મળી જ રહે છે. પરંતુ દેશના એવા કેટલાક શહેરો પણ છે જ્યાં નોનવેજ ફૂડ શોધીને થાકી જશો પણ નોનવેજ નહી મળે. ત્યારે આવો જાણીએ કયા છે આ શહેરો.

જો તમે નોન-વેજ ફૂડ ખાવાના શોખીન હોવ અને તમને નોન વેજ ખાધા વિના ચાલે જ નહી. તો તમે આ પ્લેસ પર જાઓ તો એ તૈયારી સાથે જ જવાનું રહેશે કે નોનવેજ નહી મળે. અથવા તો નોનવેજ માટે તમારે ઘણા પ્રયત્નો કરવા પડશે.

પાલીતાણા 

ગુજરાત તેના સ્વાદિષ્ટ ભોજન અને વેપાર માટે જાણીતું છે.આ સિવાય અહીં ફરવા માટેના ઘણા શ્રેષ્ઠ સ્થળો છે. ગુજરાતના ભાવનગર જિલ્લામાં આવેલા પાલિતાણા શહેરમાં તમને અથાક પ્રયાસ કર્યા પછી પણ નોન-વેજ જોવા નહીં મળે, કારણ કે તે મંદિરોનું શહેર કહેવાય છે અને જૈન ધર્મના અનુયાયીઓ માટે ખૂબ જ વિશિષ્ટ સ્થળ છે.

વૃંદાવન-મથુરા

વૃંદાવન એ ભગવાન કૃષ્ણનું શહેર છે અને તેમાં મોટાભાગે ભક્તો આવે છે. તેથી આ શહેરમાં દરેક જગ્યાએ મોટાભાગની નાનીથી મોટી રેસ્ટોરન્ટ્સમાં, તમને ફક્ત શાકાહારી ખોરાક જ પીરસવામાં આવે છે. નોનવેજ ફૂડ મળશે જ નહી. મથુરામાં પણ નોન-વેજ ઉપલબ્ધ નથી.

હરિદ્વાર અને ઋષિકેશ

હરિદ્વાર માતા ગંગાનું શહેર છે. જે આધ્યાત્મિકતા અને આસ્થાનું કેન્દ્ર છે. તેવી જ રીતે મોટાભાગના લોકો આધ્યાત્મિક શાંતિ માટે ઋષિકેશ જાય છે. આ બંને શહેરોમાં તમને મોટાભાગે શાકાહારી ભોજન મળશે. ખાસ કરીને જ્યાં ભક્તો અવારનવાર આવતા હોય છે તે સ્થળોની આસપાસ તમને આ માંસાહારી વસ્તુઓ જોવા નહીં મળે.

શિવનું શહેર વારાણસી

ગંગાના સુંદર ઘાટોથી શોભતું વારાણસી શહેર ભગવાન શિવના ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે, પરંતુ અહીંની સુંદરતા પણ પ્રવાસીઓને આ શહેર તરફ આકર્ષિત કરે છે. વારાણસી પણ એક એવી જગ્યા છે જ્યાં તમને દૂર-દૂર સુધી નોન-વેજ ફૂડનો કોઈ પત્તો નહીં મળે.

અહીં પણ નથી મળતુ નોનવેજ !

દક્ષિણ ભારતના તમિલનાડુ રાજ્યના મદુરાઈ શહેરમાં શાકાહારી ખોરાક મોટે ભાગે દરેક જગ્યાએ ઉપલબ્ધ રહે છે. અહીં લોકોની આસ્થાનું કેન્દ્ર મીનાક્ષી સુંદરેશ્વર મંદિર છે. આ સિવાય અન્ય ઘણા પ્રાચીન મંદિરો પણ અહીં બનેલા છે. અહીં મોટાભાગના લોકો ધાર્મિક ભાવના ધરાવે છે. તેથી નોનવેજને તો દૂર દૂર સુધી લેવા દેવા નથી હોતા.

  • Follow us on: