• હોટલમાં જમવા ગયેલા યુવકોના ખાવામાં કીડો નીકળ્યો
  • યુવક અને તેના મિત્રો સાથે હોટલના કર્મચારીઓએ મારામારી કરી
  • પોલીસે નમૂના લઈ લેબમાં મોકલ્યા અને આખી હોટલ સીઝ કરી દીધી

 

આંધ્રપ્રદેશના તિરુપતિમાં એક યુવક પોતાના મિત્રો સાથા ખાવા માટે એક હોટલમાં પહોંચ્યા. ત્યાં જઈ ખાવાનો ઓર્ડર આપ્યો. કેળાના પત્તામાં ખાવાનું પિરસવામાં આવ્યું હતું. જેવી યુવકે અડધી રોટલી ખાધી ત્યારબાદ અચાનક તેની નજર શાક પાસે એક સળવળતી ચીજ પર પડી. આ જોતા જ યુવકના હોશકોશ ઉડી ગયા હતા. ખાવામાં કાળા રંગનો કીડો સળવળતો અંદરથી નીકળ્યો હતો. યુવકે તરત આની જાણકારી પોતાના મિત્રોને કહી.

 ત્યારબાદ આ લોકોએ હોટલ સ્ટાફને બોલાવ્યો. હોટલ સ્ટાફના લોકો સાથે તેઓને ઉગ્ર ચર્ચા થઈ. જે બાદ હોટલ કર્મચારીઓએ યુવક અને તેના મિત્રો પર હુમલો કરી દીધો તેમને ખરાબ રીતે માર માર્યો. યુવકે ફરી આની ફરિયાદ એના એક મિત્રને કરી જે પોલીસ વિભાગમાં નોકરી કરતો હતો. ઉપરાંત ખાવાની થાળીના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. પોલીસ તપાસ માટે હોટલ પહોંચી તો કિચનમાં જતાની સાથે આંખો ચકરાઈ ગઈ હતી. રસોડાની અંદર વાસી અને સડેલી શાકભાજી રાખેલી હતી. ત્યાં કોઈ સફાઈ નહોતી કરાઈ.

 હોટલ કર્મચારીઓએ મારામારી કરી

આ ઘટના 20 જૂન ગુરુવારની છે. અહીં રહેતા વાસુ નામના યુવકે પોતાના મિત્રોની સાથે એક હોટલમાં લંચ કરવા પહોંચ્યા હતા. તમામ મિત્રોએ ખાવાનો હોટલ સ્ટાફને ઓર્ડર આપ્યો. પરંતુ ખાવામાં જ્યારે સળવળતો કિડો જોયો તે આ અંગે હોટલ કર્મચારીઓને સવાલ કર્યો. આરોપી છે કે હોટલ કર્મચારીઓએ ઉલ્ટા તેઓની સાથે મારામારી શરૂ કરી દીધી. ત્યાં સુધી યુવકે એ થાળીના ફોટા પાડી દીધા હતા અને તેને આ તમામ ફોટા સોશિયલ મીડિયામાં શેર કરી દીધા હતા.

રસોડામાં વાસી શાકભાજી મળી

વાસુ નામના યુવકે આ સમગ્ર મામલે પોતાના પોલીસકર્મી મિત્રને આ આખી ઘટના જણાવી તો પોલીસે યુવકને ફરિયાદ નોંધી આખા મામલાની તપાસ શરૂ કરી. નજીક રહેલા પોલીસ સ્ટેશનના સ્ટાફે હોટલ પર આવી રસોડામાં શોધખોળ અને ચેકિંગ શરૂ કર્યું પરંતું આ શું જેવો પોલીસ કાફલો રસોડામાં આવ્યો કે હોટલમાં રહેલો શાકનો જથ્થો વાસી અને સડેલો હોવાનું જણાયું. રસોઈ માટે વાસી શાકભાજીનો સ્ટોર રાખેલો હતો. આટલું ઓછું હોય તેમ આખું રસોડું ગંદું અને ચારેબાજું ગંદકી દેખાતી હતી. જેથી પોલીસે તાત્કાલિક ખાદ્ય સુરક્ષાના અધિકારીઓને આ અંગેની જાણકારી આપી. અધિકારીઓએ તપાસ માટે નમૂના લીધા અને લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા. રિપોર્ટમાં સામે આવ્યું કે જે ખાવાનું બનાવ્યું હતું તે ખાવાલાયક નહોતું. હાલ હોટલને સીઝ કરી બહાર નોટિસ ચોંટાડી દીધી છે અને કેસની તપાસ ચાલુ છે.

  • Follow us on: