• IMFના ડે.મેનેજિંગ ડિરેક્ટરનો મોટો દાવો
  • ભારતના ઉત્કૃષ્ઠ પ્રદર્શનને લઇને કરી મહત્વની વાત
  • લાલ કિલ્લા પરથી પીએમ મોદીના સંબોધન બાદ કર્યો દાવો

ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના ડે.મેનેજિંગ ડિરેક્ટર ગીતા ગોપીનાથે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે 2027 સુધી ભારત ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે તેવી આશા વ્યક્ત કરી છે. તેમણે ભારતના ગ્રોથ રેટમાં આશા કરતા પણ સારુ પ્રદર્શનની વાત કહી. આ સમયે ભારત દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા કહેવામાં આવે છે.

આ સારા સંકેતો છે

તેમણે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું કે ભારતની અર્થવ્યવસ્થા આ સમયે સારુ પ્રદર્શન કરી રહી છે.. જ્યારે વપરાશમાં પણ વધારો થયો છે. દેશની અર્થવ્યવસ્થા માટે આ સારા સંકેતો છે. ટુ-વ્હીલરના વેચાણ અને FMCG સેક્ટરમાં ભારત ઝડપથી આગળ વધી રહ્યું હોવાનું જણાય છે.

એશિયન ડેવલપમેન્ટ બેંકે પણ વખાણ કર્યા

  • ગોપીનાથે કહ્યું કે આ વખતે દેશમાં ચોમાસું પણ સારું રહ્યું છે. આવી સ્થિતિમાં કૃષિ આવકમાં પણ વધારો જોવા મળી શકે છે. ગીતા ગોપીનાથે આ વાત પીએમ નરેન્દ્ર મોદીના સ્વતંત્રતા દિવસના ભાષણ પછી કહી હતી. મહત્વનું છે કે પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી સંબોધન કરતા જણાવ્યું હતું કે વિકસિત ભારત એ કોઈ સ્લોગન નથી. તેની પાછળ દેશવાસીઓની મહેનત છે.
  • ઉલ્લેખનીય છે કે ગીતા ગોપીનાથ પહેલા એશિયન ડેવલપમેન્ટ બેંકે પણ ભારતના વિકાસ દરની પ્રશંસા કરી હતી. એશિયન ડેવલપમેન્ટ બેંક દ્વારા ભારતની જીડીપી 7 ટકા રાખવામાં આવી છે. IMFએ પણ જીડીપી અંદાજ 6.8 ટકાથી વધારીને 7 ટકા કર્યો છે.

શું બોલ્યા હતા પીએમ મોદી ?

મહત્વનું છે કે પીએમ નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટના રોજ પોતાના ભાષણમાં ભારતના વિકાસને લઈને પોતાના વિચારો શેર કર્યા હતા. તેમણે કહ્યું કે 2047 સુધીમાં વિકસિત ભારત માત્ર એક શબ્દ નથી, તે એક સ્વપ્ન છે. આ સપનું પૂરું કરવા માટે સખત મહેનત કરવામાં આવી રહી છે. દેશના વિવિધ વિભાગો પાસેથી સૂચનો માંગવામાં આવી રહ્યા છે. આ ખુશીની વાત છે કે દેશવાસીઓ પણ વિકાસના આ સપનાને સાકાર કરવામાં પોતાનું સંપૂર્ણ યોગદાન આપી રહ્યા છે.

અત્યાર સુધી સોશિયલ મીડિયા દ્વારા અસંખ્ય સૂચનો આવ્યા છે. દરેક દેશવાસી પોતાના સપના વિશે જણાવે છે. તેમનો નિશ્ચય આ સૂચનમાં પ્રતિબિંબિત થાય છે. 2047માં જ્યારે દેશ આઝાદીના 100 વર્ષની ઉજવણી કરશે ત્યારે દરેક વર્ગના લોકો પછી ભલે તે આદિવાસી હોય, દલિત હોય, પહાડી હોય, વનવાસી હોય, વૃદ્ધો હોય, યુવાનો હોય, મહિલાઓ હોય કે અન્ય કોઈ હોય, તેઓ વધુ ગર્વ અનુભવશે.


  • Follow us on: