- કોર્ટનો ચુકાદો ન આવે ત્યાં સુધી પ્રતિબંધ મૂકવામાં આવે: અરજદાર
- આદિ વિશ્વેશ્વર મંદિરના અવશેષો બચાવવા અરજીમાં કરાઇ હતી માંગ
- 1669માં મુસ્લિમ શાસક ઔરંગઝેબે કર્યો હતો શિવ મંદિરનો નાશ
વારાણસી ખાતે આવેલ જ્ઞાનવાપી પરિસરમાં નોન-હિન્દુઓના પ્રવેશ પર રૉક લગાવવાની માંગ કરતી જાહેરહિતની અરજી અલ્હાબાદ હાઈકોર્ટે ફગાવી દીધી છે. અલ્હાબાદ હાઈકોર્ટમાં આ અરજી રાખી સિંહ અને અન્ય અરજદારો તરફથી દાખલ કરવામાં આવી હતી. અરજી પર ચીફ જસ્ટિસ પ્રિતિંકર દિવાકર અને જસ્ટિસ આશુતોષ શ્રીવાસ્તવની ખંડપીઠે સુનાવણી કરી હતી.
આ જાહેરહિતની અરજીમાં માંગ કરવામાં આવી હતી કે શ્રૃંગાર ગૌરી કેસમાં જ્યાં સુધી વારાણસી જિલ્લા કોર્ટનો ચુકાદો ન આવી જાય ત્યાં સુધી પરિસરમાં બિન-હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવો જોઈએ અને જ્ઞાનવાપી પરિસરમાં હિન્દુ પ્રતીકોને સંરક્ષિત રાખવાનો આદેશ ન આવી જાય.














