• આ રાજ્યમાં કર્મચારીઓ માટે ખાસ રજાની જાહેરાત
  • બે દિવસ માટે આપવામાં આવી રજા
  • માતા પિતા, સાસુ સસરા સાથે ટાઇમ સ્પેન્ડ કરવા રજા અપાઇ

ઘણી કંપનીઓમાં અઠવાડિયે એક રજા તો જ્યારે ઘણી ઓફિસમાં વીકેન્ડના બે દિવસ રજા હોય છે. પરંતુ હવે કર્મચારીઓને મળશે બે દિવસની વિશેષ રજા.. આ રજા મોજશોખ કે હરવા ફરવા માટે નહી પરંતુ માતા પિતા અને સાસુ સસરાની સાથે ટાઇમ સ્પેન્ડ કરવા માટે આપવામાં આવશે. કયા રાજ્યમાં મળશે આ બે દિવસની રજા આવો જાણીએ.

આ કર્મચારીઓને જ મળશે લાભ

આસામ સરકારે પોતાના કર્મચારીઓ માટે નવેમ્બરમાં બે દિવસ માટે વિશેષ આકસ્મિક રજાની જાહેરાત કરી છે. આ રજાઓ એટલા માટે આપવામાં આવે છે કે તેઓ પોતાના માતા પિતા કે સાસુ-સસરા સાથે સમય વિતાવી શકે. સીએમઓ કાર્યાલય દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. જેમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યુ છે કે જેના માતા પિતા કે સાસુ સસરા હશે નહી તેઓ આ રજાને યોગ્ય નહી ગણાય.

6 થી 10 નવેમ્બર સુધી લોંગ વીકેન્ડ

સીએમ સરમાના નેતૃત્વ હેઠળની આસામ સરકારે 6 અને 8 નવેમ્બર, 2024 ના રોજ રાજ્ય સરકારના કર્મચારીઓ માટે તેમના માતાપિતા અથવા સાસરિયાઓ સાથે સમય પસાર કરવા માટે વિશેષ કેઝ્યુઅલ રજાની જાહેરાત કરી છે. CMO દ્વારા ટ્વિટર પરની પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે રજાનો ઉપયોગ 'માત્ર વૃદ્ધ માતા-પિતા અથવા સાસરિયાઓ સાથે સમય વિતાવવા, તેમનું સન્માન કરવા અને તેમની સંભાળ રાખવા માટે થવો જોઈએ. વ્યક્તિગત આનંદ માટે નહીં. સાથે જ સીએમઓએ કહ્યું કે 7 નવેમ્બરે છઠ પૂજા, 9 નવેમ્બરે બીજા શનિવારની રજા અને 10 નવેમ્બરે રવિવારની રજા સાથે રજાઓનો લાભ મેળવી શકાશે.


  • Follow us on: