- દિલ્હીમાં મેઘો મૂશળધાર
- દાદરીમાં દિવાલ પડતા 2ના મોત
- ભારે વરસાદને કારણે દિવાલ થઇ ધરાશાયી
દિલ્હી NCRમાં મુશળધાર વરસાદ આફત બની ગયો છે. ભારે વરસાદને કારણે 3થી વધારે લોકો મોતને ભેટ્યા છે. જો કે હજી પણ દિલ્હીમાં વરસાદને લઇને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે દાદરીમાં વરસાદને કારણે એક દિવાલ ધસી પડી હોવાનુ સામે આવ્યું છે. જેમાં બે લોકોના દટાવાથી મોત થયા છે. એક મહિલા અને પુરુષ સૂઇ રહ્યા હતા તે દરમિયાન દિવાલ પડી હતી. ઘટનાને પગલે વહીવટીતંત્રની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.
ક્યાં બન્યો આ બનાવ ?













