પહેલા કોરોના, ત્યારબાદ એચએમપીવી અને હવે જીબીએસ સિન્ડ્રોમ રોગનો કહેર વર્તાઇ રહ્યો છે. આ રોગના વિવિધ રાજ્યોમાં ધીરે ધીરે કેસ નોંધાઇ રહ્યા છે. મહારાષ્ટ્ર બાદ હવે બંગાળમાં છેલ્લા ચાર દિવસમાં GBS થી એક બાળક સહિત ત્રણ લોકોના મોત થયા છે.


4ના મોત 

જીબીએસ સિન્ડ્રોમને કારણે મોત થવા અંગે હજી આરોગ્ય વિભાગે કોઇ પુષ્ટિ કરી નથી. મળતી માહિતી મુજબ મૃતકોમાં ઉત્તર 24 પરગણાના જગદ્દલના રહેવાસી દેબકુમાર સાહુ (10), અમદંગાના રહેવાસી અરિત્ર મનલ (17) અને હુગલી જિલ્લાના ધનિયાખલી ગામના 48 વર્ષીય પુરુષનો સમાવેશ થાય છે.આ અંગે મૃતક દેબકુમારના પરિજનોનું કહેવુ છે કે તેમનું મૃત્યુ જીબી સિન્ડ્રોમથી થયું હોવાનું હોસ્પિટલે તો કહ્યું નથી. પરંતુ મૃત્યુ પ્રમાણપત્રમાં જીબી સિન્ડ્રોમનો ઉલ્લેખ હતો.મહત્વનું છે કે

દેબકુમારનું 26 જાન્યુઆરીએ કોલકાતાની બીસી રોય હોસ્પિટલમાં અવસાન થયું, જ્યારે શહેરની એનઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા અમદંગાના અરિત્ર મનલનું બીજા દિવસે અવસાન થયું.

ગભરાવવાની કોઇ વાત નથી- અધિકારી, આરોગ્ય વિભાગ

સૂત્રોએ જણાવ્યું હતું કે શંકાસ્પદ જીબી સિન્ડ્રોમથી પીડિત વધુ ચાર બાળકોની બીસી રોય હોસ્પિટલ અને બાળ આરોગ્ય સંસ્થામાં સારવાર ચાલી રહી છે. પશ્ચિમ બંગાળમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે અને ગભરાવાની કોઈ વાત નથી. આ અંગે આરોગ્ય વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે અને ગભરાવાની કોઈ વાત નથી.

મહારાષ્ટ્રમાં GBS સિન્ડ્રોમનો કહેર

મહત્વનું છે કે મહારાષ્ટ્રમાં પણ આ રોગે હાહાકાર મચાવ્યો છે. પુણે ઉપરાંત, આ રોગ સોલાપુર, કોલ્હાપુર અને નાગપુરમાં કેસ જોવા મળી રહ્યા છે. અત્યાર સુધીમાં GBS સિન્ડ્રોમને કારણે બે લોકોના મોત થયા છે. આ રોગના 127 એક્ટીવ દર્દીઓ છે. પુણેમાં સૌથી વધુ કેસ છે. આ રોગથી પીડિત 14 દર્દીઓ વેન્ટિલેટર પર છે. ઉલ્લેખનીય છે કે જીબીએસનો પહેલો કેસ પુણેમાં નોંધાયો હતો.

શું છે GBS સિન્ડ્રોમ?

  • આ વાયરસ અથવા બેક્ટેરિયલ ચેપને કારણે થાય છે.
  • આ રોગને કારણે થાક લાગે છે.
  • હાથ અને પગમાં ઝણઝણાટ થાય છે.
  •  શ્વાસ લેવામાં તકલીફ થાય છે.
  • ગભરામણ થાય છે
  • રોગપ્રતિકારક શક્તિ પોતાના શરીર પર હુમલો કરે છે.
  • જે શરીરના ચેતાતંત્ર પર હુમલો કરે છે.
  • નસોને પ્રભાવિત કરે છે
  • ખાસ કરીને મગજની કાર્યપ્રણાલીને ગંભીર રીતે અસર કરે છે

  • Follow us on: