રખડતા ઢોરો બાદ વલસાડ શહેરની જનતા રખડતા શ્વાનોથી પરેશાન થઈ ચૂકી છે. વલસાડ શહેરમાં એક જ મહિનામાં બે નાની બાળકીઓ ઉપર શ્વાને હુમલો કર્યો છે તો વલસાડ નગરપાલિકાની હોસ્પિટલમાં એક મહિનામાં 139 જેટલા ડોગ બાઈટના કેસ નોંધાયા છે. વલસાડ શહેર અને આજુબાજુના ગામોમાં ડોગ બાઈટના કેસ વધતા સ્થાનિકો પરેશાન થઈ ગયા છે, ત્યારે બીજી તરફ આ સમગ્ર મામલે તંત્ર મૌન સેવીને બેસી રહ્યું છે.


બાળકો પર રખડતા શ્વાનના હુમલાની ઘટનાને લઈ વાલીઓમાં ચિંતા ફેલાઈ

વલસાડ તાલુકામાં 1 મહિનાની અંદર 2 બાળકીઓ ઉપર રખડતા શ્વાને હુમલો કરવાની ઘટના સામે આવી છે. વલસાડની ગ્રીન પાર્ક સોસાયટીમાં 3 વર્ષની બાળકી પર રખડતા શ્વાનના હુમલા બાદ વલસાડના તિથલ રોડ ઉપર 7 વર્ષની બાળકી પર રખડતા શ્વાનના હુમલાની ઘટના સામે આવી છે. બાળકો પર રખડતા શ્વાનના હુમલાની ઘટનાને લઈ વાલીઓમાં ચિંતા ફેલાઈ છે. રખડતા શ્વાનોના હુમલાની માત્ર આ બે ઘટના જ નથી બની, પરંતુ રખડતા શ્વાનના હુમલાની અનેક ઘટનાઓ વલસાડ શહેરમાં બનવા પામી છે.

તંત્ર રખડતા શ્વાન અને રખડતા ઢોરોને પાંજરે પુરવામાં નિષ્ફળ સાબિત થયું

ત્યારે વલસાડ નગરપાલિકા સંચાલિત હોસ્પિટલની જો વાત કરીએ તો વલસાડ નગરપાલિકા હોસ્પિટલમાં એક જ મહિનામાં 139 જેટલા ડોગ બાઈટના કેસ નોંધાયા છે. ડોગ બાઈટના કેસને લઈ સ્થાનિકો લોકોમાં તંત્ર સામે ભારે રોષ ફેલાયો છે તો બીજી તરફ તંત્ર રખડતા શ્વાન અને રખડતા ઢોરોને પાંજરે પુરવામાં નિષ્ફળ ગયું છે તો રખડતા શ્વાનો મામલે તંત્રના અધિકારીઓએ મૌન ધારણ કર્યું છે અને મગનું નામ મરી પાડવા માટે તૈયાર નથી.


  • Follow us on: