વલસાડ જિલ્લાના નાનાપોંઢાના યુવકે ફાઈનાન્સના માણસોના ત્રાસથી નદીમાં ઝંપલાવી આપઘાત કર્યો ઓનલાઈન 4 લાખની લોનના 3 હપ્તા માટે ફોન આવતા હતા યુવકએ બદનામીના ડરથી અને ફાઇનાન્સરના ત્રાસથી પારનદીમાં ઝંપલાવીને આપઘાત કર્યો હતો. 21 વર્ષીય યુવકનો મૃતદેહ મળતા પરિવારમાં શોકનો માહોલ સર્જાયો હતો. યુવકના પરિવારએ ફાઇનાન્સ કંપની પર ગંભીર આક્ષેપ કર્યા છે પોલીસ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
નાનાપોંઢા ખાતે મોબાઈલની દુકાન ચલાવતા મુરિલમ યુવકે વડ ખંભા નજીક પાર નદીના પુલનીચે બાઇક પાર્ક કરી નદીમાં ઝંપલાવી જીવન ટુંકાવ્યું હતું. નાનાપોંઢામાં કપરાડા રોડ પર અતિક મોબાઈલની દુકાન ચલાવતા બાબર ખડક મદ્રેસા ફળિયાના રહેવાસી હુજેફા સિરાજમિયાં શેખ દુકાનમાં મિત્રને બેસાડી ક્યાંક જતો રહ્યો હતો. મોડી સાંજે પરત ન ફરતા મિત્રએ એના બીજા મિત્રો અને પરિવારને જાણ કરી હતી, જેથી તેની શોધખોળ શરૂ કરતા કોઈ પત્તો લાગ્યો ન હતો ,રાત્રે નાપોંઢા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની જાણવા જોગ ફરિયાદ આપી હતી .જેના બીજા દિવસે મંગળવારે સવારે વડખંભા પાર નદી પુલના નીચે ગુમ થનાર હુજેફાની બાઈક GJ 15 DG 5327 પાર્ક કરેલી અને નદીમાં થોડા અંતરે પથ્થર પર તેના ચપ્પલ ટોપી,અને ગાડીની ચાવી, પાકીટ મળી આવ્યા હતા. જેથી લોકોને તે પાણીમાં ડૂબી ગયો હોવાની નાનાપોંઢા પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તરવૈયાની મદદથી નદીમાં તપાસ કરતા ઉડા પાણીમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો. જેને પોસ્ટમોર્ટમ અર્થે નાનાપોંઢા સીએચસી ખસેડવામાં આવ્યો હતો.













