• જ્ઞાનવાપી કેસમાં કોર્ટની વધુ એક સ્પષ્ટતા
  • પેન્ડિગ કેસને લઈને કોર્ટનું વલણ સ્પષ્ટ થયું
  • સોમવારે થયેલી અરજી પર કોર્ટનો ઈન્કાર

જ્ઞાનવાપી મસ્જિદમાં સરવેની કામગીરીને લઈને મામલો કોર્ટ કચેરી સુધી પહોંચ્યો છે. જેમાં બન્ને પક્ષકારો લડી લેવાના મૂડમાં હોય એવા અનેક દ્રશ્યો સામે આવ્યા છે. કાયદાકીય પગલાં લેવાયા બાદ હવે વધુ એક વિગત સામે આવી છે. જ્ઞાનવાપી સર્વેક્ષણ દરમિયાન મળી આવેલા કથિત શિવલિંગનું સર્વેક્ષણ કરવાની ASIની માગણી કરતી અરજીને સુપ્રીમ કોર્ટે સોમવારે ફગાવી દીધી હતી. આ અરજી સુધીર સિંહે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી હતી. જેને લઈને સુપ્રીમે એના પર કોઈ પ્રકારની સુનાવણી કરવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો.

અરજીના ફગાવી દીધી

સુપ્રીમ કોર્ટે અરજદાર સુધીર સિંહની અરજીને ફગાવી દેતા કહ્યું કે, જ્યારે આ મામલે વારાણસીની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કેસ પેન્ડિંગ છે. તેને પીઆઈએલ દ્વારા સુપ્રીમ કોર્ટમાં શા માટે લાવવામાં આવે. અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે પણ અરજી ફગાવી દીધી છે. એ પછી હવે સુપ્રીમ કોર્ટેનું આ દિશામાં વધું એક વલણ સ્પષ્ટ થયું છે. જેની એક અસર જોવા મળી રહી છે. હાઈકોર્ટે અરજીને એ આધાર પર ફગાવી દીધી હતી કે, અરજદાર આ કેસમાં નીચલી કોર્ટમાં પક્ષકાર નથી. આ ઉપરાંત તેણે હાઈકોર્ટની અલ્હાબાદ બેંચને બદલે લખનૌ બેંચમાં પીઆઈએલ દાખલ કરી હતી. લખનૌ આ પહેલા કોર્ટે ચૂકાદો આપ્યો હોત કે, કોઈ વિષય કે વસ્તુના સંબંધમાં રાહત માટે જનહિત માટેની અરજી દાખલ ન કરી શકાય.

સુરક્ષા સાથે સરવે

ખાસ કરીને જે પહેલાથી જ પેન્ડિગ છે એના પર અન્ય અરજી યોગ્ય નથી. ચીફ જસ્ટિસ રાજેશસિંહ ચૌહાણે તથા સુભાષ વિદ્યાર્થીની પીઠે આ કેસની સુનાવણી કરી હતી. જેના પર લાંબી ચર્ચા બાદ આ ચૂકાદો જાહેર કરવામાં આવ્યો હતો. મસ્જિદમાં ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે સરવે કરવામાં આવ્યો હતો. સમગ્ર વિસ્તારમાં સુરક્ષા માટે સૈન્યની ટૂકડીઓને જવાબદારી સોંપવામાં આવી હતી. જોકે, આ પહેલા પણ મુસ્લિમ પક્ષકારોને કાયદાકીય રીતે ફટકો પડ્યો છે.


  • Follow us on: