હરિયાણામાં બીજેપી સતત ત્રીજી વખત સરકાર બનાવી રહી છે. ગઇ કાલે ધારાસભ્ય દળની બેઠક મળી હતી જેમાં મુખ્યમંત્રી પદ માટે નાયબ સિંહ સૈનીના નામની મ્હોર મારવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી નિરીક્ષકના રૂપમાં હાજર રહ્યા હતા. તેમણે જ નાયબ સૈનીના નામની જાહેરાત કરી હતી. ત્યારે આજે હરિયાણા સીએમના પદ માટે નાયબ સિંહ સૈનીએ શપથ લીધા છે. હરિયાણામાં છેલ્લા 10 વર્ષથી સત્તામાં રહેલી ભાજપે આ વખતે પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવી છે. ભાજપે 48 સીટો જીતી છે જ્યારે કોંગ્રેસે 37 સીટો પર જીત મેળવી છે.
PM મોદી સહિત દિગ્ગજો ઉપસ્થિત
શપથ ગ્રહણ સમારોહ પંચકૂલામાં યોજાઇ રહ્યો છે. જેમાં 20 રાજ્યોના મુખ્યમંત્રી અને તમામ કેન્દ્રીય મંત્રીઓ હાજર છે. અસમ સીએમ હિમંતા બિસ્વા, દેવેન્દ્ર ફડણવીસ, જે.પી નડ્ડા, સીએમ મોહન ભાગવત, રાજનાથ સિંહ, સીએમ ભૂપેન્દ્ર પટેલ, સીએમ યોગી આદિત્યનાથ રાજકીય દિગ્ગજો સાથે પીએમ મોદી પણ સ્ટેજ પર હાજર છે.
અનિલ વિજે શપથ લીધા
અનિલ વિજ અંબાલા કેન્ટના ધારાસભ્ય છે. આ પહેલા પણ તેઓ રાજ્ય સરકારમાં ગૃહ અને આરોગ્ય મંત્રી રહી ચૂક્યા છે. 70ના દાયકામાં સંઘમાં જોડાયેલા વિજ પંજાબી સમુદાયમાંથી આવે છે અને સતત સાતમી વખત ધારાસભ્ય બન્યા છે.
કૃૃષ્ણ લાલ પંવારએ શપથ લીધા
હરિયાણામાં ભાજપના અગ્રણી દલિત નેતા પવાર ઈસરાના વિધાનસભા બેઠક પરથી છઠ્ઠી વખત ધારાસભ્ય બન્યા છે. તેઓ 2015 થી 2019 સુધી હરિયાણા સરકારમાં મંત્રી પણ રહી ચુક્યા છે. ખટ્ટર સરકારમાં પરિવહન, આવાસ અને જેલ મંત્રી રહી ચૂક્યા છે કૃષ્ણલાલ પછી રાવ નરવીર સિંહે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. તેઓ બાદશાહપુરના ધારાસભ્ય છે.
કોણે લીધા શપથ ?
મહિપાલ ધાંડાએ મંત્રી પદના શપથ લીધા. તેઓ પાણીપત ગ્રામ્યના ધારાસભ્ય છે. વિપુલ ગોયલે પણ શપથ લીધા છે. તેમને કેબિનેટ મંત્રી પણ બનાવવામાં આવનાર છે. ડો.અરવિંદ શર્મા ગોહાનાએ પણ મંત્રી તરીકે શપથ લીધા હતા. શ્યામ સિંહ રાણાએ પણ શપથ લીધા, તેઓ રાદૌરથી ધારાસભ્ય છે. રણવીર સિંહ ગંગવાએ પણ બરવાળાથી શપથ લીધા છે. તેમને રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવશે. રણવીર સિંહ પછી કૃષ્ણા બેદીએ શપથ લીધા. આ પછી શ્રુતિ ચૌધરીએ રાજ્યમંત્રી તરીકે શપથ લીધા. શ્રુતિ ચૌધરીને પણ રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે. આરતી રાવે પણ શપથ લીધા, તેમને રાજ્યકક્ષાના મંત્રી પણ બનાવવામાં આવ્યા છે.