- ભોલે બાબાના સત્સંગમાં થઇ ભાગદોડ
- 70થી વધારે લોકોના થયા મોત
- અનેક લોકો થયા છે મોટી સંખ્યામાં ઘાયલ
યુપીના હાથરસમાં સંત ભોલે બાબાના સત્સંગ દરમિયાન ભાગદોડ થતા 100 લોકોના મોત થયા છે. આ સત્સંગમાં મોટી સંખ્યામાં બાબાના અનુયાયીઓ હાજર રહ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે અનેક લોકો ઘાયલ થયા છે. સત્સંગ પૂર્ણ થયા બાદ ભાગદોડ મચી હતી. ત્યારે આવો જાણીએ આ સત્સંગનુ આયોજન કરનાર કોણ છે ભોલે બાબા. મીડિયા સાથે વાતચીત દરમિયાન તેમણે પોતે પોતાના વિશે જણાવ્યું હતું.
પોલીસમાં હતા ભરતી
તેઓ મૂળ કાંશીરામ નગર (કાસગંજ)ના પટિયાલી ગામના રહેવાસી છે. અગાઉ તે ઉત્તર પ્રદેશ પોલીસમાં ભરતી હતા. પરંતુ 18 વર્ષની સેવા પછી તેમણે VRS લીધું. તેઓ પોતાના ગામમાં એક ઝૂંપડીમાં રહે છે અને ઉત્તર પ્રદેશ અને નજીકના રાજ્યોમાં ફરે છે તેઓ લોકોને ભગવાનની ભક્તિનો પાઠ શીખવે છે. ભોલે બાબા પોતે કહે છે કે બાળપણમાં તેઓ તેમના પિતા સાથે ખેતીકામ કરતા હતા.
ભક્તોના અનુરોધ પર કરે છે સભાઓ
તેઓ જ્યારે યુવાન હતા ત્યારે તેઓ પોલીસમાં જોડાયા. રાજ્યના એક ડઝન પોલીસ સ્ટેશનો ઉપરાંત તેમનું પોસ્ટિંગ ઈન્ટેલિજન્સ યુનિટમાં કરવામાં આવ્યું. સંત ભોલે બાબાના મતે તેમના જીવનમાં કોઈ ગુરુ નથી. વીઆરએસ લીધા પછી તેઓ અચાનક ભગવાન સાથે મુલાકાત થઈ અને તે સમયથી તે આધ્યાત્મિકતા તરફ ઝુકાવા લાગ્યા. ભગવાનની પ્રેરણાથી તેમને ખબર પડી કે આ શરીર એ જ ભગવાનનો અંશ છે. આ પછી તેમણે પોતાનું સમગ્ર જીવન માનવ કલ્યાણ માટે સમર્પિત કરવાનું નક્કી કર્યું. સંતે ભોલે બાબા દાવો કરે છે કે તેઓ પોતે ક્યાંય જતા નથી, પરંતુ ભક્તો તેમને બોલાવે છે. તેમણે કહ્યું કે ભક્તોના અનુરોધ પર તેઓ સતત અલગ-અલગ સ્થળોએ પ્રવાસ કરી રહ્યા છે અને સભાઓ કરી રહ્યા છે.
લાખોની સંખ્યામાં છે ફોલોઅર્સ
ભોલે બાબાનો દાવો છે કે તેમના ભક્તો અને અનુયાયીઓની સંખ્યા લાખોમાં છે. દરેક મેળાવડામાં મોટી સંખ્યામાં અનુયાયીઓ હાજરી આપે છે. ઘણી વખત તેમના અનુયાયીઓની સંખ્યા કોઈપણ સભામાં 50 હજારને વટાવી જાય છે. તેઓ કહે છે કે તેઓ હંમેશા તેમના અનુયાયીઓને માનવતાના કલ્યાણ વિશે શીખવે છે અને તેમને માનવતાની સેવા કરીને ભગવાન સાથે જોડાવા માટે પ્રેરણા આપે છે.