લગ્ન એક પવિત્ર સંબંધ છે. લગ્ન તો દરેક લોકો કરે છે પરંતુ લગ્ન કરવાના રિત રિવાજ, પૂજા વિધિ તથા કેટલીક માન્યતા અલગ અલગ હોય છે. લગ્ન કરવા માટેના નિયમો પણ જે તે સમાજમાં જુદા જુદા જોવા મળે છે. ત્યારે એક એવા રિવાજની વાત કરીએ જે હાલમાં પણ એક ગામમાં જોવા મળે છે. અહીં પતિ બે વખત લગ્ન કરે છે. આવુ કરવા પાછળ શું છે કારણ, આવો જાણીએ વિગતવાર.
પુરુષ કરે છે બે લગ્ન
રામ દેવ કી બસ્તી. આ ગામ રાજસ્થાનના જૈસલમેરમાં આવેલુ છે. ગામ નાનુ, લોકો પણ ઓછા પ્રમાણમાં જ. પરંતુ અહીં એક દુર્લભ પરંપરા જોવા મળે છે. આ ગામ તેના આ વિચિત્ર રિવાજ માટે જાણીતુ છે. વળી આ ગામની પોતાની આગવી પરંપરા છે કે દરેક પુરુષે બે વખત લગ્ન કરવા પડે છે.
એક છત નીચે રહે બે પત્ની
સાંભળીને નવાઇ લાગે કે આવુ તો વળી હોતું હશે. એક પતિ અને બે પત્ની કઇ રીતે સંભવ હોઇ શકે. કેવી રીતે એક જ ઘરમાં બંને પત્ની રહે. કેવી રીતે બંને પત્ની સાથે પતિ રહી શકે. આવા અનેક સવાલો થાય પરંતુ આ ગામમાં બંને પત્નીને સાથે જોઇને તમે પણ આશ્ચર્ય થઇ જશો. કારણ કે અહીં ઘરમાં પત્ની બે બહેનોની જેમ રહે છે. તેઓ એકબીજા સાથે સૌહાર્દપૂર્વક અને સહાયક સંબંધ જાળવે છે. બંને પત્નીઓ વચ્ચે ઇર્ષ્યા કે મતભેદ હોતા નથી.
બે લગ્ન માટે આ કારણ જવાબદાર
આ પરંપરાની જેટલી સાંભળવા આકર્ષક લાગે તેટલી જ તેની પાછળ જોડાયેલું કારણ છે. આ રિવાજ પાછળનું મુખ્ય કારણ પ્રાચીન અંધશ્રદ્ધા સાથે જોડાયેલું છે. સ્થાનિક દંતકથાઓ અનુસાર જ્યારે કોઇ વ્યક્તિ એક જ વાર લગ્ન કરે અને તેને કોઇ પુત્ર સંતાનમાં ન હોય તો પુત્ર વારસદાર માટે બીજા લગ્ન કરવા આ ગામમાં જરૂરી માનવામાં આવે છે. આ માન્યતા અનુસાર બીજી પત્ની પુત્રના જન્મની બાંહેધરી આપે છે, જેનાથી પરંપરાનું સાતત્ય જળવાઈ રહે છે. તેવી આ ગામની માન્યતા હોવાનું જાણવા મળ્યું છે.
જો કે હાલમાં આ પરંપરા ધીમે ધીમે ઘટી રહી છે. રામદેવની વસાહતની યુવા પેઢી આ રિવાજથી દૂર જઈ રહી છે. આધુનિક વિચારો સાથે આજની યુવા પેઢી આગળ વધી રહી છે જો કે જૂની પેઢી હજી પણ આ પરંપરાને વળગી રહી છે.
( DISCLAIMER- અહીં દર્શાવેલ માહિતી પ્રચલિક ન્યૂઝ વેબસાઇટ પરથી લેવામાં આવી છે. સંદેશ ન્યૂઝ આ માહિતીની કોઇ પુષ્ટિ કરતું નથી. )