- નાણામંત્રી નિર્મલા સીતારમણે ગૃહમાં બજેટ રજૂ કર્યું
- વિવિધ ક્ષેત્રો માટે ફાળવવામાં આવ્યું અંદાજપત્ર
- NDAના નેતાઓ સહિત દિગ્ગજોએ આપી પ્રતિક્રિયાઓ
આજે દેશ માટે મોટો દિવસ છે કારણ કે નાણામંત્રી નિર્મલા સીતારમણે ગૃહમાં બજેટ રજૂ કર્યું છે. ગૃહમાં બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રીએ અનેક જાહેરાતો કરી અને એ પણ જણાવ્યું કે આવનારા સમયમાં સરકાર શું પગલાં લેવા જઈ રહી છે. આ સાથે વિવિધ સેક્ટરોમાં ફાળવવામાં આવેલા બજેટ વિશે પણ માહિતી આપવામાં આવી હતી. તે પછી હવે પ્રતિક્રિયાનો સમય આવ્યો. બજેટ રજૂ થતાંની સાથે જ NDAના નેતાઓ સહિત જુદા જુદા નેતાઓએ પોતાની પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કર્યું હતું.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બજેટ વિશે શું કહ્યું?
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરીને બજેટ પર પ્રતિક્રિયા આપતા લખ્યું હતું કે, PM મોદીની આગેવાનીમાં NDA સરકાર હેઠળ ભારતના હેતુ, આશા અને આશાવાદની નવી ભાવનાનું ઉદાહરણ જ નહીં પરંતુ તેમને મજબૂત કરવાનું કાર્ય કરે છે. દેશના યુવા, મહિલા શક્તિ અને ખેડૂતોની શક્તિનો ઉપયોગ કરીને આ બજેટ રોજગાર અને નવી તકોના નવા યુગની શરૂઆત કરીને વિકસિત ભારત તરીકે ઉભરી આવવાના દેશના માર્ગને વેગ આપે છે.
નીતિન ગડકરીએ શું આપી પ્રતિક્રયા
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે, અદ્યતન ઈન્ફ્રાસ્ટ્રક્ચર, નવીનતા અને આગામી પેઢીના સુધારા અને સમાજના દરેક વર્ગના વિકાસ સાથે સમૃદ્ધ ભવિષ્ય તરફ આગળ વધશે અને દેશના વિકાસને વેગ વનતું થશે.
JDU સાંસદે શું કહ્યું?
જેડીયુના રાજ્યસભા સાંસદ સંજય કુમાર ઝાએ પણ પ્રતિક્રિયા આપી છે. આ બજેટમાં અમારી સમસ્યાઓ અને ચિંતાઓને સંબોધવામાં આવી છે, ઉત્તર બિહારમાં પૂરને પહોંચી વળવા માટે પહેલીવાર બજેટમાં નક્કર પ્રસ્તાવ રજૂ કરાયો છે. મને ખાતરી છે કે જો રાજ્યને વધુ જરૂર પડશે તો સરકાર બિહારને વધુ મદદ કરશે.
TDPએ બજેટ પર શું કહ્યું?
કેન્દ્રીય મંત્રી અને ટીડીપી નેતા રામ મોહન નાયડુએ પણ બજેટ પર પોતાની પ્રતિક્રિયા આપી છે. રોજગાર કે સપના સાકાર કરવા હોય, આ બજેટમાં બધાને એક કરવાનું કાર્ય કર્યું છે. નાગરિક અને યુવાનોને રોજગારીની તક સહિતની બાબતો પર ધ્યાન અપાયું છે. મંત્રીજીનો હું આભાર માનું છું કે તેમણે આંધ્રની સંભાળ રાખવાનું વચન આપ્યું હતું આ બજેટના રૂપમાં પૂરું થવા જઇ રહ્યું છે.
કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે આ વાત કહી
બજેટ પર વાત કરતા કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે આ બજેટ સમગ્ર દેશ માટે સંતુલિત બજેટ છે જેમાં ચાર આધારસ્તંભ મહિલાઓ, યુવાનો, ખેડૂતો અને મજૂરો છે. તેમણે વધુમાં કહ્યું કે, બિહારમાં વસંત છે કારણ કે ત્યાં NDAની સરકાર છે. બિહારને સુપર પેકેજ આપવામાં આવ્યું છે.