• મોદી સરકારના 3.0ના પહેલા બજેટ રજૂ કરાયું
  • બજેટને વિકસિત ભારતના રૂપમાં રજૂ કરાયું
  • બજેટમાં બિહાર-આંધ્રપ્રદેશ માટે હજારો કરોડની સહાયની જાહેરાત 

કેન્દ્રમાં સતત ત્રીજી વખત BJPની આગેવાની હેઠળની NDA સરકારની રચના થઈ અને PM નરેન્દ્ર મોદી ફરી એકવાર વડાપ્રધાનની ગાદી પર બેઠા. આ ગઠબંધનમાં નીતીશ કુમારનું જનતા દળ (યુનાઈટેડ) અને ચંદ્રબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) મુખ્ય પક્ષો તરીકે ઉભરી આવ્યા હતા. મોદી 3.0 સરકારના પ્રથમ બજેટમાં સરકારે બિહાર અને આંધ્રપ્રદેશ માટે હજારો કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.

સંસદમાં બજેટ રજૂ કરતી વખતે નિર્મલા સીતારમણે બિહાર માટે 26 હજાર કરોડ રૂપિયા અને આંધ્રપ્રદેશ માટે 15 હજાર કરોડ રૂપિયાની જાહેરાત કરી છે. આંધ્ર પ્રદેશ માટે જાહેરાત કરતાં, નાણા પ્રધાન સીતારમણે કહ્યું કે કેન્દ્રની NDA સરકાર આંધ્ર પ્રદેશ અને તેના ખેડૂતો માટે જીવનરેખા ગણાતા પોલાવરમ સિંચાઈ પ્રોજેક્ટને ભંડોળ પૂરું પાડવા અને વહેલી તકે પૂર્ણ કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.

તેમણે કહ્યું, 'અમારી સરકારે આંધ્ર પ્રદેશ પુનર્ગઠન અધિનિયમમાં કરવામાં આવેલી પ્રતિબદ્ધતાઓને પૂર્ણ કરવા માટે નક્કર પ્રયાસો કર્યા છે. અમે રાજ્યની રાજધાનીની જરૂરિયાતને સમજી રહ્યા છીએ. અમે બહુપક્ષીય વિકાસ એજન્સીઓ દ્વારા વિશેષ નાણાકીય સહાયની સુવિધા આપીશું. ચાલુ નાણાકીય વર્ષમાં રૂ. 15,000 કરોડની જોગવાઈ કરવામાં આવશે અને આગામી વર્ષોમાં વધારાની રકમ આપવામાં આવશે.

નીતીશ-નાયડુ પ્રત્યે ઘણી કૃપા

બજેટ દ્વારા મોદી સરકારે તેના સાથી પક્ષોને આકર્ષવાના પ્રયાસો કર્યા છે જેમની બેસાડી પર કેન્દ્ર સરકાર ટકી રહી છે. ચંદ્રાબાબુ નાયડુની પાર્ટી પાસે 16 અને JDUના 12 સાંસદ છે. આ બંને નેતાઓ પોતપોતાના રાજ્યો માટે વિશેષ દરજ્જાની માંગ કરી રહ્યા હતા, પરંતુ IMG રિપોર્ટના આધારે મોદી સરકારે આ માંગ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. આવી સ્થિતિમાં મોદી સરકારે પોતાના બંને સહયોગીઓને સાથે રાખવા માટે વિશેષ પેકેજની જાહેરાત કરી છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આ નાણાકીય વર્ષમાં આંધ્રપ્રદેશ માટે 15 હજાર કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી છે. આ ઉપરાંત સરકારે આગામી વર્ષોમાં વધારાના ભંડોળની વ્યવસ્થા કરવાની પણ ખાતરી આપી છે.

નાણામંત્રી સીતારમણે વધુમાં જણાવ્યું હતું કે, આંધ્ર પ્રદેશ પુનર્ગઠન અધિનિયમ હેઠળ, ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપવાના હેતુથી પાણી, વીજળી, રેલ્વે અને રસ્તા જેવી આવશ્યક માળખાકીય સુવિધાઓ માટે અને રાયલસીમા, પ્રકાશમ અને ઉત્તર કોસ્ટલ આંધ્રપ્રદેશ માટે ભંડોળ ઉપલબ્ધ કરાવવામાં આવશે. પછાત વિસ્તારો માટે પણ ગ્રાન્ટ આપવામાં આવશે.

બિહાર માટે રૂ. 60,000 કરોડથી વધુના ખર્ચની દરખાસ્ત કરવામાં આવી હતી. વિવિધ રોડ પ્રોજેક્ટ માટે 26 હજાર કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે કેન્દ્ર સરકાર બહુપક્ષીય વિકાસ એજન્સીઓની સહાયથી બિહારને નાણાકીય સહાયની વ્યવસ્થા કરશે. તેમણે કહ્યું કે સરકાર બિહારમાં એરપોર્ટ, મેડિકલ કોલેજ અને સ્પોર્ટ્સ સંબંધિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ સ્થાપિત કરશે. કેન્દ્ર બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્ર પ્રદેશના સર્વાંગી વિકાસ માટે પૂર્વોદય યોજના પણ લાવશે.

બિહાર માટે અન્ય ભેટોમાં ભાગલપુર જિલ્લામાં પીરપેંટી ખાતે 2,400 મેગાવોટનો પાવર પ્લાન્ટ સ્થાપવાનો સમાવેશ થાય છે, જેનો ખર્ચ રૂ. 21,400 કરોડ થશે. આ સિવાય બિહારના પૂરમાં પણ કેન્દ્ર મદદ કરશે. બિહાર ઘણીવાર નેપાળમાંથી નીકળતી ઘણી નદીઓના પૂરનો ભોગ બને છે. કોસી સંબંધિત પૂર નિયંત્રણ અને સિંચાઈ યોજનાઓનું સર્વેક્ષણ અને તપાસ પણ કરવામાં આવશે. પૂરનો સામનો કરવા માટે સરકાર રાજ્યને 11,500 કરોડ રૂપિયા આપશે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે 2024-25 સુધીમાં રાજ્યમાં હાઈવે માટે 20,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે.

  • Follow us on: