• સંરક્ષણમાં સૌથી વધુ ફાળવણી કરવામાં આવી
  • રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલયમાં 2.78 લાખ કરોડની ફાળવણી
  • કૃષિ અને ખેતી મંત્રાલયમાં સૌથી ઓછી ફાળવણી

નાણાકીય વર્ષ-2024 નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા વચગાળાનું બજેટ રજુ કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ મંત્રાલયો માટે વિવિધ જોગવાઈ કરવામાં આવી છે. આ બજેટમાં આવકવેરામાં કોઈ રાહત આપવામાં આવી નથી પરંતુ અન્ય ક્ષેત્રોમાં કેટલીક જાહેરાતો કરવામાં આવી છે. જેની સાથે જ વડાપ્રધાને વિકસિત ભારતનું બજેટ ગણાવ્યું છે.

જ્યારે આ બજેટમાં ક્યા મંત્રાલયને કેટલી ફાળવણી કરવામાં આવી તેની માહિતી મેળવીએ

સંરક્ષણ મંત્રાલય:- રાજનાથ સિંહના વચગાળાના બજેટ 2024માં નાણામંત્રી નિર્મલા સીતારમણે સંરક્ષણ પર કહ્યું કે, અમે નવી ડીપ-ટેક ટેક્નોલોજી લાવીશું. આત્મનિર્ભરતાને આગળ વધારશે. વર્ષ 2023-24 માટે સંરક્ષણ બજેટ 6.02 લાખ કરોડ રૂપિયા હતું. જે ગત નાણાકીય વર્ષ કરતાં 13 ટકા વધુ હતું. આ વખતે તે વધીને 6.20 લાખ કરોડ રૂપિયા થઈ ગયો છે. એટલે કે 3.4 ટકાનો વધારો થયો છે.

રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય - નીતિન ગડકરીના આ મંત્રાલયના બજેટમાં પણ આ વખતે વધારો કરવામાં આવ્યો છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર હેઠળ દેશમાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયના ઘણા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. બજેટમાં આ મંત્રાલયને 2.78 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.

રેલવે મંત્રાલય- કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના રેલવે મંત્રાલયને 2.55 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. નાણાંકીય વર્ષ 2023માં રેલવે બજેટ 2.4 લાખ કરોડ રૂપિયા હતું. નાણામંત્રી નિર્મલા સીતારમણે ત્રણ મોટા રેલવે કોરિડોરની પણ જાહેરાત કરી હતી.નાણામંત્રીએ જાહેરાત કરી હતી કે દેશમાં 40 હજાર ટ્રેનના કોચને વંદે ભારતમાં રૂપાંતરિત કરવામાં આવશે.

ગ્રાહક અને ખાદ્ય પ્રક્રિયા મંત્રાલય - વચગાળાના બજેટમાં, આ મંત્રાલયને 2.13 લાખ કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે. દેશમાં પાયાના ગ્રાહક ચળવળને વેગ આપવા માટે ચોક્કસ વિભાગની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને, જુન 1997 માં એક અલગ વિભાગ તરીકે તેની રચના કરવામાં આવી હતી.

ગૃહ મંત્રાલય- આ બજેટમાં અમિત શાહની આગેવાની હેઠળના ગૃહ મંત્રાલયને 2.03 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે 2023-24ના બજેટમાં ગૃહ મંત્રાલયને 1.96 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. એટલે કે આ વખતે આ મંત્રાલયના બજેટમાં પણ વધારો કરવામાં આવ્યો છે. વચગાળાના બજેટના વખાણ કરતા અમિત શાહે કહ્યું, 'મોદી સરકારનું આ બજેટ પ્રવાસન ક્ષેત્રને નવી ઉર્જા આપવાનું કામ કરશે. બજેટમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળોના વિકાસ માટે રાજ્યોને પ્રોત્સાહનો અને લાંબા ગાળાની વ્યાજમુક્ત લોન આપવામાં આવશે, જેનાથી પ્રવાસન ક્ષેત્રની અર્થવ્યવસ્થા મજબૂત બનશે અને રોજગારીની નવી તકો ઊભી થશે.

ગ્રામીણ વિકાસ મંત્રાલય- વચગાળાના બજેટમાં ગ્રામીણ વિકાસ મંત્રાલયને રૂ. 1.77 લાખ કરોડ ફાળવવામાં આવ્યા છે. ગ્રામીણ વિકાસ મંત્રાલયને 2023-24માં 1,57,545 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. એટલે કે આ વખતે પણ આ મંત્રાલયના બજેટમાં વધારો કરવામાં આવ્યો છે.

આ સિવાય વિવિધ મંત્રાલયોના બજેટમાં પણ વધારો કરવામાં આવ્યો છે. રસાયણ અને ખાતર મંત્રાલયને 1.68 લાખ કરોડ રૂપિયા, સંચાર મંત્રાલયને 1.37 લાખ કરોડ રૂપિયા અને કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયને 1.27 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.

  • Follow us on: