- બીજેપી નેતા દિલીપ ઘોષના વિવાદાસ્પદ નિવેદનનો મામલો
- ભાજપે જવાબ આપવા માટે દિલીપ ઘોષને આપી નોટિસ
- દિલીપ ઘોષે દુઃખ વ્યક્ત કર્યુ સાથે જ ટીએમસી પર ઉઠાવ્યા સવાલ
ભાજપના નેતા દિલીપ ઘોષે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર કરવામાં આવેલી ટિપ્પણી પર સ્પષ્ટતા આપી છે. જ્યારે પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા દ્વારા સ્પષ્ટતા માંગવામાં આવી ત્યારે તેમણે કહ્યું કે તેઓ નોટિસનો જવાબ આપશે.
ભાજપના નેતા દિલીપ ઘોષે સ્પષ્ટતા કરી
ભાજપના નેતા દિલીપ ઘોષે કહ્યું કે મારી ભાષાને લઈને વાંધો ઉઠાવવામાં આવ્યો છે. મારા પક્ષ પાસેથી સ્પષ્ટતા માંગવામાં આવી છે, જો તેમ હોય તો હું તેના માટે ખેદ વ્યક્ત કરું છું. હું પક્ષ દ્વારા જાહેર કરાયેલી નોટિસનો સત્તાવાર જવાબ આપીશ.
મારી વ્યક્તિગત લડાઇ નથી- દિલીપ ઘોષ
તેમણે વધુમાં કહ્યું કે મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે મારી અંગત લડાઈ નથી. આ મારું રાજકીય નિવેદન હતું, પરંતુ હું પ્રશ્ન કરીશ કે તમારી પાર્ટીના નેતાઓએ અમારા નેતા સુભેન્દુ અધિકારી અને તેમના પિતા વિરુદ્ધ ઘણા અપશબ્દોનો ઉપયોગ કર્યો છે. શું તેમનું કોઈ માન નથી. ત્યારે ટીએમસીએ કેમ કોઈ વાંધો ઉઠાવ્યો નહી ? તેઓ એક પુરુષ છે એટલે તેમના વિરુદ્ધ અપશબ્દ બોલવા પર આપત્તિ ન જણાઇ ?
બીજેપીએ દિલીપ ઘોષને ફટકારી નોટિસ
મહત્વનું છે કે દિલીપ ઘોષની એક કથિત વીડિયો ક્લિપમાં તે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની પારિવારિક પૃષ્ઠભૂમિ નિવેદન આપી રહ્યા હતા જે બાદ આ અંગે વિવાદ સર્જાયો હતો. . આ પછી ભાજપે ટીએમસીના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી પર કરેલી ટિપ્પણી અંગે દિલીપ ઘોષ પાસેથી સ્પષ્ટતા માંગતી નોટિસ ફટકારી છે. ટીએમસીએ આ અંગે ઘોષ પર નિશાન સાધ્યું હતું.