• ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઈન્ટરમીડિયેટ-ફાઇનલનું પેપર જાહેર
  • ICAI icai.org વેબસાઇટ પર જુઓ પરિણામ
  • મે મહિનામાં યોજાઇ હતી પરીક્ષા
ઈન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઈન્ડિયાએ 11 જુલાઈ, 2024ના રોજ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઈન્ટરમીડિયેટ અને ફાઈનલ પરીક્ષાનું પરિણામ 2024 જાહેર કર્યું છે. તેમ પરિણામ icai.nic.in ની સત્તાવાર વેબસાઇટની પર જોઇ શકો છો. પાસ થવા માટે દરેક વ્યક્તિગત પેપરમાં ઓછામાં ઓછા 40% અને દરેક જૂથમાં ઓછામાં ઓછા 50% ગુણ મેળવવા ફરજિયાત છે.

કોણ કર્યુ ટોપ ?
  • નવી દિલ્હીનો આર.શિવમ મિશ્રાએ 83.33% પરિણામ સાથે સીએ ફાઇનલમાં ટોપ કર્યું છે.
  •  ભીવાડીના કુશાગ્ર રોયે CA ઇન્ટર મે 2024ની પરીક્ષામાં 538 માર્ક્સ સાથે ટોપ કર્યું છે.

CA ફાઇનલમાં ટોપર કોણ ?

 1. આર.શિવમ મિશ્રા - 83.33%

 2. વર્ષા અરોરા- 80%

 3. કિરણ રાજેન્દ્ર સિંહ મનરલ અને ગિલમેન સલીમ અંસારી- 79.50%

CA ઈન્ટરમીડિયેટમાં ટોપર કોણ ?

1. કુશાગ્ર રોયે 89.67% માર્ક્સ મેળવ્યા

2. યુગ સચિન કારિયા અને યજ્ઞ લલિત ચાંડકે 87.67% માર્ક્સ મેળવ્યા

3. મનિત સિંહ ભાટિયા અને હિરેશ કાશીરામકાએ 86.50% માર્ક્સ મેળવ્યા


પાસિંગ ટકાવારી 

  • ગ્રુપ 1: 27.35%
  • ગ્રુપ 2: 36.35%
  • બંને ગ્રુપ: 19.88%

પરીક્ષા ક્યારે યોજાઈ?

ગ્રુપ 1 માટે ICAI CA ઇન્ટર પરીક્ષા 3, 5 અને 9 મે, 2024 ના રોજ યોજાઈ હતી. ગ્રુપ 2 ની પરીક્ષા 11, 15 અને 17 મે, 2024 ના રોજ યોજાઈ હતી. સીએ ફાઇનલ ગ્રુપ 1ની પરીક્ષા 2, 4 અને 8 મે, 2024ના રોજ અને ગ્રુપ 2ની પરીક્ષા 10, 14 અને 16 મે, 2024ના રોજ લેવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય કરવેરા-મૂલ્યાંકન પરીક્ષા 14 અને 16 મે, 2024 ના રોજ યોજાઈ હતી. આ સંબંધિત વધુ માહિતી માટે, ICAI icai.org ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.

  • Follow us on: