• હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં અકસ્માત
  • કાર ખિણમાં પડતા 2 લોકોના મોત અન્ય 2 ઇજાગ્રસ્ત
  • ઇજાગ્રસ્તે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા

હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં એક સ્પીડિંગ કાર કાબૂ બહાર જઈને ખિણમાં ખાબકી હતી. જેમાં બે લોકોના મોત થયા. કારમાં મુસાફરી કરી રહેલા અન્ય બે યુવકોની હાલત ગંભીર છે અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી છે અને કહ્યું છે કે ડ્રાઇવરે વાહન પરનો કાબૂ ગુમાવવાના કારણે આ અકસ્માત થયો હતો.

મળતી માહિતી મુજબ, હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં એક કાર ઊંડી ખીણમાં પડતાં 2 લોકોનાં મોત થયાં અને 2 ગંભીર રીતે ઘાયલ થયા. પોલીસે રવિવારે જણાવ્યું હતું કે એક કાર 150 મીટર ઊંડી ખીણમાં પડી હતી, જેના પરિણામે બે લોકોના મોત થયા હતા. સ્થાનિક અધિકારીએ જણાવ્યું કે, અકસ્માત શનિવારે રાત્રે થયો જ્યારે કાર ચલાવી રહેલા અંકુશએ કાર પરનો કાબૂ ગુમાવી દીધો, જેના કારણે આ અકસ્માત થયો. પોલીસના જણાવ્યા અનુસાર તેના મિત્રો તેને થિયોગ સિવિલ હોસ્પિટલ લઈ ગયા.

હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા બાદ ડૉક્ટરોએ અંકુશ અને અભિષેકને મૃત જાહેર કર્યા, જ્યારે દલિપ અને લલિતની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પોલીસે જણાવ્યું કે ચારેય ધરમપુર નજીક થિયોગના રહેવાસી છે, જ્યાં અકસ્માત થયો હતો.

  • Follow us on: