કેન્દ્ર સરકારના આયકર વિભાગ દ્વારા આવકવેરાનું રિટર્ન ભરવા માટેની તારીખ લંબાવવામાં આવી છે. હવે 15 મી સપ્ટેમ્બર સુધી રિટર્ન ફાઇલ કરી શકાશે. આ ઉપરાંત કેટલાક નિયમોમાં પણ બદલાવ કર્યો છે તે જાણવા જોઈએ.


એસસેસમેન્ટ વર્ષ 2025-26ના આઇટીઆર દાખલ કરવા માટે તારીખ 15મી કરવામાં આવી છે. તેની સાથે 6 બદલાવ પણ કરાયા છે. આ બદલાવો પગારદાર લોકો અને જૂની ટેક્સ સિસ્ટમ અપનવનારાઓ ઉપર પડશે.

એચઆરએ હેઠળ છૂટ

આયકર વિભાગ દ્વારા જૂની ટેક્સ પ્રણાલી માટે ફેરફાર કરાયો છે, જેમાં એચઆરએ ક્લેમ કરવા માટે કેટલીક વિગતો આપવી પડશે.

  1. કામના સ્થળે વાસ્તવિક મળતું HRA
  2. ચૂકવાયેલું વાસ્તવિક ભાડું
  3. મૂળ વેતન અને મોંઘવારી ભથ્થું

સેક્સન 80C ની કપાત, સેક્સન 80D

કરદાતાઓએ કલમ 80 C ની કપાતનો લાભ લેવા માટે પોલિસી નંબર અથવા દસ્તાવેજની નોંધ બતાવવાની રહેશે. PPF, ટેક્સ બચતની FD, જીવન વીમા પોલિસી જેવા રોકાણો ઉપર 1.5 લાખ રૂપિયાની ટેક્સ કપાતનો લાભ મળી શકે છે. સ્વાસ્થ્ય વીમા માટે સેક્સન 80D હેઠળ કપાતનો દાવો કરવા માટે જાણકારી આપવાની રહેશે. જેમાં વીમા કંપનીનું નામ, પોલિસી નંબર અથવા તેના આધાર

સેક્સન 80E અને સેક્સન 80EE/80EEAB

શિક્ષણ લોનના વ્યાજ ઉપર સેક્સન 80 E મુજબ અને ઘરના લોન ઉપર વ્યાજ માટે સેક્સન 80EE/80EEA તથા ઇલેક્ટ્રિક વાહન ખરીદવા માટે સેક્સન 80EEB અંતર્ગત ટેક્સ કપાતમાં પણ કેટલીક વિગતો આપવી પડશે. જેમાં લોન જ્યાંથી લીધી છે તેના નામ અથવા લોન આપવાવાળાનું નામ, બેન્કનું નામ, લોન ખાતા નંબર, લોન સ્વીકૃતિની તારીખ, લોનની કુલ રકમ, 31 માર્ચ સુધીની લોનની બાકી રકમ, લોનના વ્યાજનો સમાવેશ થાય છે.


  • Follow us on: