દુનિયામાં સૌથી વધુ બટેટા ખાનારા દેશ રશિયામાં લોકોની થાળીમાંથી બટેટા જ ગુમ થાય છે. યૂક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધના કારણે મોંઘવારીમાં બટેટાની કિમત ખૂબ ઊંચી ગઈ છે અને લોકો ન ખાઈ શકતા રાષ્ટ્રપતિ પુતિન ચિંતામાં મુકાયા છે.


રશિયા ઉપર યૂક્રેન દ્વારા કરાયેલા દ્રોન હુમલા બાદ આમ પણ રાષ્ટ્રપતિ પુતિનની ચિંતા વધી છે. તેવામાં ત્યાંનાં રાષ્ટ્રીય ખોરાક સમાન બટેટાની કિમતો ઊંચી જતાં લોકો ખાઈ શકતા નથી. બટેટા હવે લકઝરી ચીજ બની ગયા છે.

કિમત 89 રૂપિયા સુધી પહોંચી હતી

રશિયામાં છેલ્લા એક મહિનામાં બટેટાના ભાવ 2.8 ઘણા વધી ગયા છે. મે મહિનાની શરૂઆતમાં એક કિલોની કિમત 85 રૂબલ એટલે કે રૂપિયા 89 સુધી પહોંચી હતી. અમુક વિસ્તારોમાં બટેટાના ભાવ 200 રૂબલ સુધી પહોંચ્યા હતા. ગત વર્ષે બટેટાની કિમત રૂપિયા 32 જેટલી હતી.

નાયબ વડાપ્રધાને સ્વીકાર્યું કે પગલાં લેવામાં મોડું થયું

બટેટાની કિમતો 200 રૂબલ સુધી પહોંચી ગયાની સ્થિતિ વચ્ચે નાયબ વડાપ્રધાન દિમિત્રીએ સ્વીકાર્યું કે, સરકાર જરૂરી પગલાઓ ભરવામાં મોડી પડી છે. બેલારુસના રાષ્ટ્રપ્રમુખ લૂકાશેકોએ પણ ચિંતા વ્યક્ત કરી છે.

2024 માં ઓછું ઉત્પાદન પણ એક કારણ

થાળીમાંથી બટેટા ગુમ થવાના કારણોમાં પૈકી એક કારણ 2024માં તેના ઉત્પાદનમાં 12 ટકાનો ઘટાડો છે. કુલ ઉત્પાદન માત્ર 17.8 મિલિયન ટન રહ્યું છે. ખરાબ હવામાન ઉપરાંત, બટેટાના બીજની કમી પણ કારણભૂત છે. 2023માં રશિયામાં બટેટાના ભાવ તળિયે ગયા હતા, કારણ કે ઉત્પાદન ખૂબ થયું હતું. ખેડૂતોને ભાવ ન મળતાં અન્ય પાકો ઉગાડવાનું શરૂ કર્યું હતું.

બટેટા માત્ર શાકભાજી નહીં પણ રશિયાની સંસ્કૃતિનો ભાગ

રશિયામાં બટેટા માત્ર શાકભાજી નથી પરંતુ ત્યાંની સંસ્કૃતિનો ભાગ છે. પીટર દ ગ્રેટના જમાનામાં પશ્ચિમના દેશો માટી લવાઈ હતી. ધીમે ધીમે તે સામાન્ય લોકિની થાળીનો ભાગ બની ગઈ છે. 1980ના દાયકામાં માણસોને ખવાલાયક બટેટા નહોતા મળતા, શરૂઆતમાં પોલેંડથી મગવતી હતી આ શાકભાજી. ત્યારબાદ રશિયામાં ઉત્પાદન થવા લાગ્યું હતું.

પાસ્તા ખાઈને ચલાવી લેવું પડે છે

જ્યારે ખાવાની ચીજ વસ્તુઓ મોંઘી થાય ત્યારે ત્યાં અન્ય શકભાજીઓ અને માછલીની જગ્યા એ બટેટા અને પાસ્તા ખવાય છે. જોકે તેનાથી પોષણની ઉણપ રહે છે. 90ના દાયકામાં અનાથઆશ્રમોમાં પોષણને લગતી ગંભીર બીમારી ફેલાઈ હતી ત્યાર પછી યોગ્ય શાકભાજી મળી હતી. હાલમાં બટેટા ત્યાંની સંસ્કૃતિ સાથે વણાઈ ગયા છે.


  • Follow us on: