ભારત અને પાકિસ્તાન અત્યારે યુદ્ધની સ્થિતિ પર છે. પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓએ ભારતના પહલગામમાં નિર્દોષ પ્રવાસીઓ પર હુમલા કર્યા હતા. જેના બાદ ભારતે આ આતંકવાદીઓને જવાબ આપતા ઓપરેશન સિંદૂરને અંજામ આપી પાકિસ્તાનને સણસણતો જવાબ આપ્યો હતો. ભારતની કડક કાર્યવાહીથી પાકિસ્તાન ગભરાયું અને ભારતમાં જમ્મુ કાશ્મીરથી લઈને જેસલમેર સુધી ડ્રોન હુમલા અને ગોળીબાર કરવા લાગ્યું. પાકિસ્તાનના ડ્રોન હુમલાને ભારતની સંરક્ષણ પ્રણાલી S-400 દ્વારા નિષ્ફળ કરવામાં આવ્યા. આ મિસાઈલ સિસ્ટમની તેની ખાસ વિશેષતાના કારણે ભારતીય સેનાએ તેનું સુદર્શન ચક્ર નામ રાખ્યું છે. 


પાકિસ્તાનનું જુઠ્ઠાણું , સંરક્ષણ અધિકારીનો દાવો

પાકિસ્તાન છેલ્લા ત્રણ દિવસથી સતત હુમલા કરી રહ્યું છે અને તેમાં નિષ્ફળ થતા તે ભારતને લઈને અનેક જુઠ્ઠાણા ફેલાવવા લાગ્યું છે. પાકિસ્તાનના આ મલિન ઇરાદામાં તેને ચીન પણ સાથ આપી રહ્યું છે. પાકિસ્તાન અને ચીને જુઠ્ઠાણું ફેલાવ્યું કે ભારતની શ્રેષ્ઠ મિસાઈલ S-400ને મોટું નુકસાન થયું છે. પરંતુ ભારતના સંરક્ષણ અધિકારીઓ દ્વારા આ વાતને રદીયો આપવામાં આવતા જણાવ્યું કે મિસાઈલ S-400 મિસાઈલના વિનાશ અથવા નુકસાનના અહેવાલો પાયાવિહોણા અને ખોટા છે. દુશ્મન દેશો ભારતીય સેનાની કાર્યવાહીથી ડરી ગયા છે અને એટલે જ આવા જુઠાણા ચલાવી રહ્યા છે. જો કે લોકોએ દુશ્મન દેશો પ્રેરિત આવી અફવાઓ પર ધ્યાન ના આપવું જોઈએ. 

સંરક્ષણ અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે S-400 સિસ્ટમ સંપૂર્ણપણે સલામત છે. ભારતનું સુદર્શન ચક્ર કહેવાતું મિસાઈલ S-400ને કોઈ નુકસાન થયું નથી અને તે વધુ સારી રીતે કામગીરી કરી રહી છે. વધુમાં અધિકારીઓએ કહ્યું કે પાકિસ્તાન અને ચીન ભારતીય સૈનિકોનું મનોબળ ડગાવવા જુદી-જુદી રીતે અફવાનું બજાર ગરમ કરી રહી છે.

જાણો S-400ની તાકાત કેમ કહેવાય છે સુદર્શન ચક્ર

  • S-400 ને વિશ્વની શ્રેષ્ઠ હવાઈ સંરક્ષણ પ્રણાલી માનવામાં આવે છે. રશિયાના અલ્માઝ-એન્ટેએ આ મિસાઈલ સિસ્ટમ બનાવી છે.
  • S-400 એક મોબાઇલ લાંબા અંતરની સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ સિસ્ટમ છે.
  • તે સ્ટીલ્થ ફાઇટર જેટ, બોમ્બર્સ, ક્રુઝ અને બેલિસ્ટિક મિસાઇલો અને માનવરહિત હવાઈ વાહનો (UAV) સહિત વિવિધ પ્રકારના હવાઈ લક્ષ્યોને તોડી પાડવાની ક્ષમતા ધરાવે છે.
  • તેમાં ચાર અલગ અલગ પ્રકારની મિસાઇલો છે, જે 400 કિલોમીટરના અંતર સુધીના લક્ષ્યોને નિશાન બનાવી શકે છે.
  • S-400 માં બે અલગ રડાર સિસ્ટમ છે, જે 600 કિલોમીટરના અંતર સુધીના હવાઈ લક્ષ્યોને શોધી શકે છે અને એકસાથે 80 હવાઈ લક્ષ્યોને નિશાન બનાવી શકે છે.
  • એકવાર સિસ્ટમ સક્રિય થઈ જાય, પછી સિગ્નલ મળ્યાના 3 મિનિટમાં તે ફાયરિંગ માટે તૈયાર થઈ જાય છે. તેનો અર્થ એ કે દુશ્મનનો હુમલો તરત જ નિષ્ફળ થઈ જાય છે.
  • Follow us on: