ભારત અને પાકિસ્તાન વચ્ચે દિવસેને દિવસે તણાવ વધી રહ્યો છે. પાકિસ્તાન સતત હુમલા પર હુમલા કરી રહ્યું છે જ્યારે ભારત તેના 70થી વધુના હુમલા નિષ્ફળ કર્યા છે. છતાં પણ પાકિસ્તાને શાંત ના રહેતા જમ્મુ-કાશ્મીરમાં અંધાધૂધ ગોળીબાર શરૂ કર્યો હતો. પાકિસ્તાન દ્વારા કરાતા ગોળીબારમાં રાજૌરી શહેરના જિલ્લા વિકાસ કમિશ્નર રાજકુમાર થાપાનું મોત થયું.
અધિકારીના મોતની મુખ્યમંત્રીએ કરી પુષ્ટિ
મુખ્યમંત્રી સાથે જિલ્લાનો પ્રવાસ કરી રહ્યા હતા અને મારી અધ્યક્ષતામાં એક ઓનલાઈન બેઠકમાં હાજરી આપી હતી," જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી આ માહિતી આપી. મુખ્યમંત્રીએ અધિકારીના મોતની પુષ્ટિ કરતાં કહ્યું કે આજે 9મેના રાજો નાપાક પાકિસ્તાને રાજૌરી શહેરને નિશાન બનાવ્યું હતું. દરમિયાન આ ગોળીબારમાં ખાસ કરીને અધિકારીના નિવાસ સ્થાન પર હુમલો કરાયો હતો. આ હુમલામાં અમારા અધિક જિલ્લા વિકાસ કમિશનર રાજ કુમાર થાપાએ પોતાનો જીવ ગુમાવ્યો. રાજકુમાર થાપા એક કર્મનિષ્ઠ અધિકારી હતા તેમણે અનેક મહત્વના કામો પાર પાડ્યા હતા. રાજકુમારના મોતથી અમને મોટી ખોટ પડશે. તેમના આત્માને શાંતિ મળે એ જ અમારી પ્રાર્થના.
આતંકવાદનો જન્મદાતા પાકિસ્તાન
ઉલ્લેખનીય છે કે પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનના અધિકૃત 9 આતંકવાદી અડ્ડાઓ નષ્ટ કર્યા હતા. પાકિસ્તાને આતંકવાદીઓનો સાથ આપતા સતત ભારત પર હુમલા કરવા લાગ્યા છે. તેનું આ કૃત્ય જ બતાવે છે કે પાકિસ્તાન જ આતંકવાદનો જન્મ દાતા છે. અને આતંકવાદને પોષનાર પણ નાપાક પાકિસ્તાન જ છે. ભારતના હુમલામાં નાગરિકોને નિશાન બનાવ્યા વગર આતંકવાદીઓ પર હુમલો કરવામાં આવી રહ્યો છે ત્યારે પાકિસ્તાન પોતાના નાગરિકોને ઢાલ બનાવી ભારતના નિર્દોષ નાગરિકો પર ગોળીબાર કરી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી પાકિસ્તાન ભારતના 26 સ્થાનો પર ડ્રોન હુમલા કર્યા છે. આ તમામને ભારતીય સેનાએ રોક્યા છે.