'ઓપરેશન સિંદૂર' અંગે આજે સતત ચોથા દિવસે ભારતીય સેના દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર તણાવ વધી ગયો છે. ભારતીય સેના પાકિસ્તાની હુમલાનો યોગ્ય જવાબ આપી રહી છે. પાકિસ્તાન રાત્રિના અંધારામાં ભારતીય સરહદમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યું હતું જેને સેનાએ નિષ્ફળ બનાવ્યું. શુક્રવારે બંને દેશો વચ્ચે સરહદ પર ભારે ગોળીબાર થયો હતો, જેનો ભારતીય સેના જોરદાર જવાબ આપી રહી હતી. ભારતીય સેનાએ પાકિસ્તાનના ઘણા વિસ્તારોમાં જોરદાર વળતો હુમલો કર્યો છે. પાકિસ્તાની સેનાએ ભારતના કેટલાક ભાગો પર મિસાઇલોથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો જેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો હતો. 


પાકિસ્તાને 26 જગ્યાએ ડ્રોન એટેક કરીને ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો 

કર્નલ સોફિયા કુરૈશીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાન સતત ઉશ્કેરણી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. પાકિસ્તાને જ પહેલા ગોળીબાર કર્યો. પાકિસ્તાને 26 જગ્યાએ ડ્રોન એટેક કરીને ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો અને મિસાઈલ હુમલાઓ કરી રહ્યું છે. અમે પાકિસ્તાનના એરબેઝ અને તેના હથિયારોને નિશાન બનાવ્યા છે. પાકિસ્તાને s-400 ને નષ્ટ કરવાની ખોટી અફવા ફેલાવી છે. પાકિસ્તાને નાગરિક વિમાનોને હથિયાર બનાવ્યા છે. ભારતીય સેનાએ પાકિસ્તાનના હુમલાનો સંતુલન સાથે જવાબ આપ્યો છે. પાકિસ્તાનનું વલણ ખૂબ ગેરજવાબદારી ભર્યું છે. 

પાકિસ્તાને લોંગ રેંજ અને હાઈ સ્પીડ હથિયારોનો ઉપયોગ કર્યો

વ્યોમિકા સિંહે જણાવ્યું હતું કે પાકિસ્તાને લોંગ રેંજ અને હાઈ સ્પીડ હથિયારોનો ઉપયોગ કર્યો હતો પરંતું ભારતે તમામ હુમલાનો જવાબ આપ્યો છે. ભારતે પાકિસ્તાનને ઘણુ નુકસાન પહોંચાડ્યું છે. ભારતે પાકિસ્તાનના ચાર એરબેઝને ધ્વસ્ત કરી દીધા છે અને તેની રડાર સિસ્ટમને પણ નુકસાન પહોંચાડ્યું છે. પાકિસ્તાને શ્રીનગરની સ્કૂલો પર ટાર્ગેટ કર્યો છે.

પાકિસ્તાન ભારતને યુદ્ધ માટે ઉશ્કેરી રહ્યું છે

વિદેશ સચિવે જણાવ્યું હતું કે ભારતીય સેનાએ પાકિસ્તાનના ચાર એરબેઝ ધવસ્ત કરી દીધા છે. પાકિસ્તાને સ્કૂલો અને હોસ્પિટલને ટાર્ગેટ કર્યો છે અને સોશિયલ મિડીયા પર ખોટા દાવાઓ કરી રહ્યું છે. જો પાકિસ્તાન યુદ્ધ આગળ ન વધારે તો અમારે તણાવ વધારવો નથી, પરંતુ તે હુમલા કરવાના ઈરાદાથી સૌનિકોની ભરતી કરી રહ્યું છે. પાકિસ્તાનની આવી હરકતો ભારતને યુદ્ધ માટે ઉશ્કેરી રહી છે.  

  • Follow us on: