પીએમ મોદી સાથે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જેમાં પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા માટે રણનીતિ તૈયાર કરવામાં આવી છે. ભારતે જણાવ્યુ છે કે, હવે કોઇપણ પ્રકારની આતંકી પ્રવૃત્તિ સહન કરવામાં આવશે નહી. આતંકી પ્રવૃત્તિઓ જો ભારત પર કરવામાં આવી તો તેને યુદ્ધ ગણવામાં આવશે. ભારત સરકારે આતંકવાદી ઘટનાઓને એક્ટ ઓફ વોર ગણવાનો નિર્ણય કર્યો છે. પહલગામમાં થયેલા આતંકી હુમલાઓનો જડબાતોડ જવાબ આપવા માટે ભારતે "ઓપરેશન સિંદૂર" શરુ કર્યુ છે. આ "ઓપરેશન સિંદૂર" બાદ દુશ્મન દેશની હાલત ખરાબ થઇ છે.


હવે પાકિસ્તાનની ખેર નહીં

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી તણાવપૂર્ણ સ્થિતિમાં ભારત સરકારનો મોટો નિર્ણય સામે આવ્યો છે. મોદી સરકારે જણાવ્યુ છે કે, ભવિષ્યમાં જો કોઇ આતંકી હુમલો કરવામાં આવશે તો તેને યુદ્ધ ગણવામાં આવશે. અને સણસણતો જવાબ અપાશે. હવે આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતા દર્શાવવામાં આવશે. જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા 26 હિન્દુઓના નરસંહારની ઘટના પછી ભારત સરકારની નીતિમાં આ એક મોટો ફેરફાર છે. આ ઘટનાના જવાબમાં, ભારતીય દળોએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં નવ સ્થળોએ બોમ્બમારો કર્યો હતો. અને મોટી સંખ્યામાં આતંકવાદીઓ માર્યા ગયા છે. ભારતીય સેનાની આ કાર્યવાહીથી પાકિસ્તાન હચમચી ગયું છે. તે વારંવાર ભારતીય લશ્કરી છાવણીઓ અને અન્ય સ્થળો પર મિસાઇલોથી હુમલો કરવાનો પ્રયાસ કરી રહ્યુ છે. પરંતુ, ભારતનું મજબૂત સંરક્ષણ કવચ તે હુમલાઓને નિષ્ફળ બનાવી રહ્યું છે.

આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતા

અગાઉ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું હતું કે ભારત હવે આતંકવાદને સહન કરશે નહીં. જો કોઈ દેશ કે સંગઠન આપણા નાગરિકો પર આતંકવાદી હુમલો કરશે, તો અમે તેને યુદ્ધ તરીકે લઈશું અને લશ્કરી કાર્યવાહી દ્વારા જવાબ આપીશું. તેમણે સ્પષ્ટ કર્યું કે ભારતની સેના અને ગુપ્તચર એજન્સીઓ આવા કોઈપણ કાવતરાને નિષ્ફળ બનાવવા માટે તૈયાર છે. આ નિર્ણય ભારતની નવી નીતિને પ્રતિબિંબિત કરે છે. જે આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતાની વાત કરે છે. "ઓપરેશન સિંદૂર"માં, ભારતે જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના ઘણા ટોચના આતંકવાદીઓને મારી નાખ્યા, જેમાં મુદસ્સર ખાડિયાન ખાસ, હાફિઝ મુહમ્મદ જમીલ અને મોહમ્મદ યુસુફ અઝહરનો સમાવેશ થાય છે. આ હુમલાઓએ પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપ્યો કે ભારત આતંકવાદી પ્રવૃત્તિઓનો જવાબ આપવામાં પાછળ હટશે નહીં.

સંરક્ષણ નિષ્ણાતો પણ ભારત સરકારના આ નીતિગત પરિવર્તનની પ્રશંસા કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ નિર્ણય ભારતની તાકાત અને ઇચ્છાશક્તિ દર્શાવે છે. હવે કોઈપણ દેશ કે આતંકવાદી સંગઠન ભારત પર હુમલો કરતા પહેલા સો વાર વિચારશે. આપણી સેના પાસે 16 લાખ સૈનિકો, આધુનિક શસ્ત્રો અને સેટેલાઇટ સર્વેલન્સ જેવા સંસાધનો છે, જે આપણને કોઈપણ ખતરાનો સામનો કરવા સક્ષમ બનાવે છે. 

  • Follow us on: