દુનિયાની સામે પાકિસ્તાનના આતંકનો પર્દાફાશ કર્યા બાદ હવે પ્રતિનિધિમંડળ ભારત પાછુ ફરી રહ્યું છે. ભાજપના સાંસદ વૈજયંત જયપાંડાના નેતૃત્વમાં ગયેલું પ્રતિનિધિત્વમંડળ કાલે ભારત પાછુ ફરશે. ભારત પાછા ફર્યા બાદ પ્રતિનિધિમંડળ વિદેશમંત્રી એસ જયશંકર સાથે મુલાકાત કરશે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે પ્રધાનમંત્રી પણ ઓપરેશન સિંદૂર બાદવિદેશોમાં મોકલેલા ડેલિગેશન સાથે મુલાકાત કરશે.
સર્વદળીય પ્રતિનિધિમંડળના ભારત પરત આવવા પર પ્રધાનમંત્રી મોદી તેમના મેમ્બરોને દુનિયાના તમામ દેશોના વ્યવહાર અને પ્રતિનિધિમંડળ અંગે ફીડબેક લઈ શકે છે. આ સિવાય પ્રતિનિધિમંડળમના પ્રમુખ વિદેશ મંત્રી એસ જયશંકર સાથે મુલાકાત કરશે. તેઓ પોતાના આ વિદેશ પ્રવાસ અંગે માહિતી આપશે.













