જુનાગઢ જિલ્લોએ ગુજરાત રાજ્યની પર્યટનની રાજધાની છે, ત્યારે એશિયાટિક સિંહોએ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે અને અલગ ઓળખ પણ આપી છે. ત્યારે વિદેશથી લાખો પ્રવાસીઓ સિંહ દર્શન માટે સાસણ આવતા હોય છે અને તાજેતરમાં થયેલી સિંહની વસ્તી ગણતરીને ધ્યાનમાં લઈને સિંહની વસ્તીમાં પણ ખાસ તો એવો વધારો થયો છે, જેમાં 891 સિંહ હાલ ગીર જંગલ વિસ્તારમાં નોંધાયા છે.


ગુજરાતભરના લોકો માટે સાસણ એક પર્યટન હબ બન્યું

ત્યારે તેની ઉત્તરોત્તર વૃદ્ધિને કારણે એશિયાટિક સિંહોને જોવાનો અનેરો લ્હાવો છે. તેમાં પણ તાજેતરમાં થયેલા પહેલગામમાં આતંકી હુમલાને લઈને હવે લોકો દૂર દૂર સુધી ફરવા જવાનું ટાળી રહ્યા છે કુલ્લુ, મનાલી કે શિમલા કે પછી કાશ્મીર હોય તેની ઘટના બાદ લોકો હવે સાસણ તરફ વળ્યા છે અને અહીં એશિયાટિક સિંહોને નિહાળવાનો આનંદ લઈ રહ્યા છે. બીજી તરફ ગુજરાતભરના લોકો માટે સાસણ એક પર્યટન હબ બન્યું છે, સાસણમાં ઊભી થયેલી વિવિધ સુવિધાઓને લઈને લોકોમાં આકર્ષણનું કેન્દ્ર ઊભું થયું છે. ખાસ કરીને સિહોના સંવર્ધનને લઈને જે વસ્તી વધારો નોંધાયો છે, તે ઉપરથી લોકો અહીં સિંહ દર્શન માટે આવી રહ્યા છે અને ગીર જંગલમાં કુદરતના ખોળે ડાલા ભથ્થાઓને નિહાળીને આનંદ મેળવી રહ્યા છે. ઉનાળાનું વેકેશન હોવાથી બાળકો સિંહોને જોવાનો મોકો છોડવા માગતા નથી અને ખાસ કરીને સિંહ અંગેની જે જાગૃતતા લોકોમાં આવી રહી છે, તેને લઈને પણ સિંહ હવે લોકો માટે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

સિંહ દર્શન કરીને લોકોએ આનંદ માણ્યો

આમ, સિંહોના સંવર્ધન અને સંરક્ષણને લઈને વન વિભાગ દ્વારા જે કામગીરી કરવામાં આવેલી છે. તેને લઈને સાસણ ગીર જંગલ વિસ્તારમાં 891 સિંહો વન વિભાગના ચોપડે નોંધાયા છે. ત્યારે સિંહ જોવાનો અનેરો આનંદ લોકોમાં ઊભો થયો છે અને ઓપરેશન સિંધુર બાદ દૂર દૂર સુધી ફરવા જવા અને પોતાના જીવ જોખમમાં નાખવા કરતા સાસણમાં કુદરતના ખોળે સિંહ દર્શન કરીને આનંદ મેળવવા લોકો વધુ પસંદ કરી રહ્યા છે.


  • Follow us on: