ગીર સોમનાથમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ વધી રહી છે. છાશવારે રહેણાંક વિસ્તારોમાં લોકો પર સિંહ અને દીપડા દ્વારા હુમલા થવાના અહેવાલો પ્રકાશમાં આવે છે. ત્યારે ગીર સોમનાથમાં સિંહણે વૃદ્ધા પર હુમલો કર્યો હતો. પુત્રીએ પોતાની વૃદ્ધ માતાને સિંહણની ચૂંગાલમાંથી છોડાવી હતી. પુત્રીએ બહાદૂરી બતાવી પોતાની માતાને બચાવી લીધી હતી. ગ્રામજનોએ સિંહણને પાંજરે પૂરવા માગ કરી છે.
પુત્રીએ પોતાની વૃદ્ધ માતાને સિંહણથી બચાવી













