ગીરસોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના બેડીયા ગામે સરપંચની દાદાગીરીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ગામના લોકોએ સરપંચની દાદાગીરી વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરી છે. આ વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે, જ્યારે અરજદારે ગ્રામ પંચાયત વિરુદ્ધ રજૂઆત કરી હતી. ત્યારે સરપંચે જાહેરમાં જ અરજદારને માર માર્યો હતો. જેના લીધે ભારે તણાવનો માહોલ સર્જાયો હતો.લોકોએ આવા સરપંચને તાત્કાલિક ધોરણે કાર્યવાહી થાય તેવી માંગણી કરી હતી.


સરપંચની દાદાગીરી

આ પહેલા પણ સરપંચનો વિવાદ પ્રકાશમાં આવ્યો હતો. જ્યારે PGVCL કચેરી ખાતે સરપંચે બબાલ કરી હતી. તેમજ PGVCL કચેરીમાં ધમાલ મચાવી હતી. ફરજ પરના અધિકારીને દબાવવાનો પ્રયાસ સરપંચે કર્યો હતો. જેનો વિડીયો પણ ખૂબ જ વાયરલ થયો હતો. ગ્રામપંચાયત વિરુદ્ધ અરજી કરતાં અરજદારને જાહેરમાં માર માર્યો હોવાથી સરપંચની ઘણી ટીકાઓ કરવામાં આવી રહી છે. તેમજ તેની સામે કડક કાર્યવાહી કરવાની માંગ લોકોએ કરી હતી. અરજદારને માર મારતા સરપંચ વિરુદ્ધ લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો.

અગાઉ બનેલી ઘટના

એવી ઘણી ઘટનાઓ છે. જેમાં સરપંચો દ્વારા દાદાગીરી કરવામાં આવેલ હોય.ખેડામાં આવેલા માતરના ઉંઢેલા ગામે સરપંચની દાદાગીરીથી 2 જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. પંચાયતની જમીન પર લગ્નમંડપ બાંધવાને લઈને 2 જૂથો બાખડી પડ્યા હતા. સરપંચ અને તેના પુત્ર વિરુદ્ધ માતર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. બીજી બાજુ સરપંચે પણ 6 લોકો વિરુદ્ધ માતર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.


  • Follow us on: